મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો
Breaking news
Morbi Today

માળિયા (મી)ના ખાખરેચી નજીક કારખાનામાં અગાસી ઉપરથી પડતા ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં


SHARE







માળિયા (મી)ના ખાખરેચી નજીક કારખાનામાં અગાસી ઉપરથી પડતા ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં

માળિયા (મી)ના ખાખરેચી ગામ પાસે આવેલ કારખાનામાં અગાસી ઉપરથી પડી જવાના કારણે યુવાનને ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ માળિયા (મી)ના ખાખરેચી ગામે આવેલ ફેનો મિનરલ નામના કારખાનાના કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો દેવીસિંહ રાભાઈ આદિવાસી (35) નામનો યુવાન અગાસી ઉપરથી કોઈ કારણોસર પડી જતા તેને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ જેતપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં સારવાર આપ્યા બાદ યુવાનને વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માતનો બનાવ માળિયા તાલુકા પોલીસની હદમાં બનેલ હોય પોલીસે બનાવની સ્થાનિક પોલીસને જાણ કરતાં પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મારા મારીમાં ઇજા

મોરબીના દલવાડી સર્કલ પાસે રહેતા હાસમાબેન મોસીનભાઈ જામ (25)ને મારામારીના બનાવમાં ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મોરબી એ ડિવિઝન પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી.






Latest News