મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં જૂના બસ સ્ટેશન પાસે ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા ચાર શખ્સ પકડાયા


SHARE







મોરબીમાં જૂના બસ સ્ટેશન પાસે ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા ચાર શખ્સ પકડાયા

મોરબીમાં જુના બસ સ્ટેશન પાસે રીક્ષા સ્ટેન્ડમાં જુગાર રમતા હતા ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ચાર શખ્સો ચલણી નોટના આધારે જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 2,700 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના જુના બસ સ્ટેશન પાસે આવેલ રીક્ષા સ્ટેન્ડમાં ચલણી નોટના આધારે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતાં સ્થળ ઉપરથી મીનપ્રસાદ વસંતપ્રસાદ ભુશાલ (24) રહે. વીસીપરા હાઉસિંગ બોર્ડ કવાર્ટર પાછળ મોરબી, સાગરપુરી નીતિનપુરી ગોસ્વામી (27) રહે. વાવડી રોડ સુમતિનાથ સોસાયટી જૈન દેરાસરની બાજુમાં મોરબી, ઇમરાનભાઈ ગફારભાઈ પરમાર (42) રહે. લાતી પ્લોટ શેરી નં-8 મોરબી, મહમદભાઈ જીવાભાઇ પરમાર (41) રહે. વાવડી રોડ લોજીવન સોસાયટી મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી રોકડા 2,700 રૂપિયા કબજે કર્યા હતા અને તેની સામે ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વરલી જુગાર

મોરબીના લાલપર ગામ પાસે બસ સ્ટેશન નજીક જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી તે સમયે સ્થળ ઉપર જુગારના આંકડા લેતા સંજયભાઈ અવચરભાઈ જંજવાડીયા (20) રહે. મોરબી વાળો મળી આવ્યો હતો જેથી પોલીસે 520 ની રોકડ સાથે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ થઇ છે.






Latest News