મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામ નજીક ઢાબામાંથી 6 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક આરોપી ઝડપાયો, માલ આપનારની શોધખોળ


SHARE











મોરબીના મકનસર ગામ નજીક ઢાબામાંથી 6 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક આરોપી ઝડપાયો, માલ આપનારની શોધખોળ

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર મકનસર ગામ નજીક સર્વિસ રોડની બાજુમાં ગુરુકૃપા કોમ્પ્લેક્સ આવેલ છે અને તેમાં રામદેવ ઢાબામાં એમડી ડ્રગ્સનું વેચાણ થતું હોવાથી સ્થાનિક પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 6 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું જેથી પોલીસે 60,000 ની કિંમતનું ડ્રગસ, બે મોબાઈલ, રોકડા રૂપિયા અને અન્ય મુદ્દામાલ મળીને કુલ 84,540 ની કિંમતના મુદ્દામાલ સાથે હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને માલ આપનાર શખ્સનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે તેને પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે શક્તિસિંહ કિશોરસિંહ જાડેજા અને રમેશભાઈ રાજાભાઈ મુંધવાને ચોક્કસ હકીકત મળી હતી કે મોરબી વાંકાનેર હાઈવે રોડ ઉપર મકનસર ગામની સીમમાં સર્વિસ રોડ ઉપર એક્સેલ સીરામીક પાસે આવેલ ગુરુકૃપા કોમ્પ્લેક્સમાં કનારામ મારવાડીનું રામદેવ ઢાબા આવેલ છે ત્યાં નાર્કોટીકક્ષ માદક પદાર્થ રાજસ્થાનથી લાવીને ત્યાં તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે જેથી સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર ઢાબામાંથી 6 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો જેથી 60,000 ની કિંમતનું ડ્રગસ, 20,000 ના બે મોબાઈલ, 3940 ની રોકડ તથા વજન કાંટો સહિતનો મુદ્દામાલ મળીને પોલીસે 84,540 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી આરોપી કાનારામ બાબુલાલ ડારાની ધરપકડ કરેલ  છે અને તેની પ્રાથમિક પૂછપરછમાં રમેશભાઈ બિશ્નોઈ રહે. બિલાડા જોધપુર રાજસ્થાન વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવતા પોલીસે બંને સામે એનડીપીએસની કલમ હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને માલ આપનારા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News