મોરબી જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતના વિજેતા સરપંચોના નામ જાણો અહીં... લાઇવ મોરબીના વિદ્યુતનગરમાં રહેતા વૃદ્ધનુ હાર્ટ એટેકથી મોત માળીયા મીયાણામાં માવતરના ઘરે આવેલ પરિણીતાએ જીવન ટુકાવ્યું મોરબીના મકનસર ગામે પત્નીને ચડામણી કરવાની ના પાડતા યુવાનને કૌટુંબિક ભાઈ-ભાભી સહિત પાંચ શખ્સોએ માર માર્યો મોરબીના બૌદ્ધનગરમાં જુગાર રમતા 5 શખ્સ 3700 ની રોકડ સાથે પકડાયા મોરબી જીલ્લામાં બોગસ દસ્તાવેજી પુરાવા ઊભા કરીને મહિલાને ખોટી રીતે ખેડૂત ખાતેદાર બનાવનાર વૃદ્ધના આગોતરા જામીન નામંજૂર મોરબીમાં સૌપ્રથમ વખત પેન ફેશિયલ ફ્રેક્ચર માટે ચહેરાની જટીલ પ્લાસ્ટિક સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી વાંકાનેરમાં રાજ્યસભા સાંસદ દ્વારા ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું આયોજન
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂ ભરેલ કાર સાથે મોરબીના શખ્સની ધરપકડ: 2.53 લાખનો મુદામાલ કબજે


SHARE















માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂ ભરેલ કાર સાથે મોરબીના શખ્સની ધરપકડ: 2.53 લાખનો મુદામાલ કબજે

માળીયા મીયાણા ત્રણ રસ્તા પાસેથી પસાર થતી આઈ 20 કાર પસાર થઈ રહી હતી જેને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે ગાડીમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ અને કાર મળીને 2.53 લાખથી વધુનો મુદામાલ કબજે કરીને એક શખ્સની ધરપકડ કરેલ છે અને તેની સામે ગુનો નોંધાયેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ માળીયા મીયાણા ત્રણ રસ્તા પાસેથી પસાર થતી આઈ 20 કાર નંબર જીજે 36 એએફ 7158 ને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તે ગાડીમાંથી 18 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ તથા કાર મળીને 2,53,600 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી ધનરાજસિંહ શાંતુભા મકવાણા (25) રહે. વાવડી રોડ શ્રીજી પાર્ક મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ તાલુકાના જુના માલણીયાદ ગામની સીમમાં દલસુખભાઈ ઉર્ફે દાઉદ કોળીની વાડી સામે ખેતીની જમીનમાં ખારી નદીના કાંઠે બાવળની કાંમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 500 લીટર આથો તેમજ પાંચ લિટર તૈયાર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 13,500 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જો કે, દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર આરોપી દલસુખભાઈ ઉર્ફે દાઉદ વિનોદભાઈ કોળી રહે. જુના માલણીયાદ તાલુકો હળવદ વાળો હાજર ન હોવાથી પોલીસે તેની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News