મોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી માટે રવિવારે સાધારણ સભા મારી બહેનને કેમ હેરાન કરો છો તેવું કહીને મોરબીમાં પુત્રવધૂના ભાઈએ મહિલાને મારમાર્યો મોરબીના લખધીરપુર રોડ ઉપર રિક્ષા ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનને માથામાં હેમરેજ મોરબીના રંગપર નજીક કામે જવા માટે ઉભેલા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો ટંકારાના ઘુનડા ગામે વાડીના કૂવામાંથી 40 કિલો કોપર વાયરની ચોરી ટંકારાના નેકનામ પડધરી રોડ ઉપરનો બનાવ: ટ્રક ચાલકે સ્કૂટરને હડફેટે લેતા ટાયરના જોટા નીચે કચડાઈ જવાથી વૃદ્ધનું મોત મોરબી નજીક કારખાનના માટી વિભાગમાં કામ કરતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત મોરબીમાં જન્માષ્ટમીની શોભાયાત્રાનું આયોજન અને ગેરકાયદે કતલખાનાઓ બંધ કરાવવા હિન્દુ સંગઠનની બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં તમાકુ મુક્તિ-કેન્સર જાગૃતિ માટે તાલુકાઓમાં સેમીનારનું આયોજન કરાશે


SHARE







મોરબી જીલ્લામાં તમાકુ મુક્તિ-કેન્સર જાગૃતિ માટે તાલુકાઓમાં સેમીનારનું આયોજન કરાશે

મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં તથા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હંસાબેન પારેઘીની ઉપસ્થિતિમાં મોરબી જિલ્લાની તમાકુ નિષેધ બાબતે કામગીરી અંગેની બેઠક યોજાઇ હતી.

તમાકુ નિષેધ કામગીરી સંદર્ભે સ્કૂલની આજુબાજુની ૧૦૦ મીટર ત્રિજ્યામાં તમાકુની દુકાન હોય તે માટે તપાસ કરવામાં આવે છે. જે અન્વયે તમાકુ મુક્ત ઇન્સ્ટિટ્યૂટ હેઠળ ૨૧૪ શાળાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. શાળાની આજુબાજુના વિસ્તારમાં તમાકુનું વેચાણ બિલકુલ ચલાવી ન જ લેવાય તે બાબતે ખાસ સુચના કલેક્ટર દ્વારા આપવામાં આવી હતી. જિલ્લામાં કેન્સર તપાસ અને નિદાનની ઝુંબેશ હેઠળ ચાલી રહેલી કામગીરી અન્વયે નિદાન કેમ્પમાં પોઝિટિવ આવેલ દર્દીઓની સારવાર અને તેમની સ્થિતિનું સતત ફોલોઅપ લેવા તેમજ તાલુકાઓમાં તમાકુ મુક્તિ તેમજ કેન્સર જાગૃતિ અંગેના સેમિનારનું આયોજન કરવા પણ સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં ડીડીઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

સંચારી રોગચાળા અટકાયત અંગેની બેઠક યોજાઈ

મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં તથા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હંસાબેન પારેઘીની પ્રેરક ઉપસ્થિતિમાં મોરબી જિલ્લાની સંચારી રોગચાળા અટકાયત અંગેની જિલ્લા સર્વેલન્સ અને સંકલન સમિતિની ત્રિમાસિક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાણીજન્ય અને ખોરાકજન્ય રોગચાળા વિશે સમીક્ષા કરી પાણીજન્ય રોગચાળા અટકાયત માટે પાણીના સંપ પર સઘન ક્લોરીનેશનની કામગીરી વધારવા જણાવવામાં આવ્યું હતું. આગામી વર્ષાઋતુ સંદર્ભે રોગચાળા અટકાયતી કામગીરીનું સુચારૂ આયોજન કરવા જણાવવામાં આવ્યું હતું. હિપેટાઇટિસ, ટાઇફોઇડ, કોલેરા સહિતના રોગની જિલ્લાની સ્થિતિ અંગે સમીક્ષા કરી પાઇપલાઇન લીકેજ નોંધણી, શોધખોળ અને રીપેરીંગ કામગીરી બાબતે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.






Latest News