મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં એક આરોપને 20 વર્ષ-મહિલા સહિત બે આરોપીને 5 વર્ષની સજા


SHARE











મોરબીની સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં એક આરોપને 20 વર્ષ-મહિલા સહિત બે આરોપીને 5 વર્ષની સજા

મોરબીમાં વર્ષ 2017 સગીરાનું અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું જેની ફરિયાદ આધારે મહિલા સહિત ત્રણ આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને તે કેસ મોરબીની એડી. ડિસ્ટ્રિક્ટ એન્ડ સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં સરકારી વકીલ દ્વારા કરવામાં આવે દલીલો તેમજ રજૂ કરવામાં પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે એક આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને મહિલા સહિત બે આરોપીને 5 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

મોરબી કોર્ટમાં સગીરા સાથે અપહરણ અને દુષ્કર્મનો કેસ ચાલી ગયો હતો જેમાં આરોપીઓને કોર્ટે સજા ફટકારી છે જે કેસની સરકારી વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ મોરબીમાં રહેતા પરિવારની સગીર દીકરી કેટરર્સમાં કામ કરવા માટે જતી હતી જે સગીરાનું કેટરર્સના બહાને અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ચોટીલા ખાતે તેની સાથે આરોપી કાંતિલાલ અવચરભાઈ ડાભી દ્વારા વારંવાર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને આરોપી ભારતીબેન રામજીભાઇ સતવારા તથા જીવરાજભાઈ ધનજીભાઈ પરમારદુષ્કર્મ વિષે કોઈને કહીશ તો તારા પરીવારને જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપી હતી અને ઢીકાપાટુનો મુઢ માર માર્યો હતો. જે બનાવની વર્ષ 2017 માં મોરબીના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ હતી.

જે કેસ મોરબીની એડી. ડિસ્ટ્રિક્ટ એન્ડ સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં સરકારી વકીલ એન.ડી. કારીઆ દ્વારા કરવામાં આવેલ દલીલોને ધ્યાને લઈને જજ કે.આર. પંડ્યા સાહેબ દ્વારા આરોપી કાંતિલાલ અવચરભાઈ ડાભીને 20 વર્ષની સખ્ત કેદની સજા અને જુદીજુદી કલમ હેઠળ 60 હજારનો દંડ કર્યો છે અને જો દંડની રકમ આરોપી દ્વારા ન ભરવામાં આવે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા તેમજ આરોપી જીવરાજભાઈ ધનજીભાઈ પરમાર અને ભારતીબેન રામજીભાઈ હડીયલને 5 વર્ષની સખ્ત કેદની સજા અને બંનેને 60 હજારનો દંડ કરવામાં આવેલ છે અને જો દંડની રકમ ન ભારે તો વધુ 3 માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે તથા વિકટીમ કંપન્સેશન સ્કીમ હેઠળ ભોગ બનેલ સગીરાને 4 લાખ રૂપિયા તેમજ આરોપીઓ દંડની રકમ ભારે તો તે સહિત કુલ મળીને 5.80 લાખ રૂપિયા ચૂકવવા માટે હુકમ કર્યો છે.






Latest News