મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં મહિલાને વોટ્સેપમાં આવેલ મેસેજ ઓપન કરતાની સાથે જ બેંકમાંથી 5.50 લાખ ઉપાડી ગયા !


SHARE











મોરબીમાં મહિલાને વોટ્સેપમાં આવેલ મેસેજ ઓપન કરતાની સાથે જ બેંકમાંથી 5.50 લાખ ઉપાડી ગયા !

મોરબીના રવાપર ગામે રહેતી મહિલાના મોબાઈલ ફોન ઉપર અજાણ્યા નંબર ઉપરથી ઈન્ડુસન બેંકનો મેસેજ આવ્યો હતો અને તે મેસેજ ઓપન કરતાની સાથે જ તે મહિલાનો મોબાઈલ હેક થઈ ગયો હતો ત્યારબાદ તેના બેન્ક એકાઉન્ટમાંથી જુદા જુદા બેંકના એકાઉન્ટમાં કુલ મળીને 5.50 લાખ રૂપિયા ટ્રાન્સફર કરીને ઉપાડી લેવામાં આવ્યા હતા જેથી ભોગ બનેલ મહિલાએ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુદીજુદી બેન્કના ચાર એકાઉન્ટ ધારકોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ કોયલી કૃષ્ણનગરના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના રવાપર ગામે આવેલ રવાપર રેસીડેન્સીના મધર પાર્કમાં દેવદીપ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 302 ખાતે રહેતા રસીલાબેન સતિષભાઈ પનારા (37)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને જુદી જુદી બેંકના કુલ ચાર એકાઉન્ટના ધારકોની સામે ઓનલાઈન ફ્રોડની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે તેઓ ગત તા. 8/4 ના રોજ પોતે પોતાના ઘરે હતા ત્યારે તેના મોબાઈલ ફોન ઉપર અજાણ્યા નંબરમાંથી ઇન્ડુસન બેંકનો એક મેસેજ આવ્યો હતો અને તે બેંકમાં તેઓનું એકાઉન્ટ છે જેમાં બચતના 5.51 લાખ રૂપિયા પડ્યા હતા જેથી ફરિયાદી મેસેજને ઓપન કર્યો હતો અને ત્યાર બાદ તુરતજ ફરિયાદી મહિલાનો મોબાઈલ હેક થઈ ગયો હતો અને વ્હોટ્સએપ બંધ થઈ ગયું હતું અને વ્હોટ્સએપને અનઇન્સ્ટોલ કરીને બીજીવાર ડાઉનલોડ કરતા 24 કલાકનો સમય લાગશે તેવો મેસેજ આવ્યો હતો અને ઈન્ડુસન બેન્કનો જે મેસેજ આવ્યો હતો તે ભોગ બનેલ મહિલાએ તેના જેઠ ભાવેશભાઈ ધીરજભાઈ પનારાને બતાવ્યો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે, “ તમારા બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ઉડી ગયેલ છે” જેથી મહિલા તેના સસરા સાથે બીજા દિવસે બેંક ખાતે ગઈ હતી અને ત્યાં જઈને ચેક કરાવતા તેઓના બેન્ક એકાઉન્ટમાંથી બે લાખ રૂપિયા બંધન બેન્ક, દોઢ લાખ રૂપિયા એચડીએફસી બેન્ક, એક લાખ રૂપિયા એનએસડીએલ પેમેન્ટ બેંક તથા એક લાખ રૂપિયા એચએસબીસી બેંકમાં ટ્રાન્સફર થયા હોવાનું જાણવા મળ્યું હતું આમ મહિલાના એકાઉન્ટમાંથી 5.50 લાખ રૂપિયા ઉપડી ગયા હોવાથી ભોગ બનેલ મહિલાએ બેન્કમાં અરજી આપી હતી તથા સાઈબરક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પણ ઓનલાઇન અરજી કરવામાં આવેલ હતી. જેથી મહિલાનો મોબાઇલ હેક કરી તેના બેન્ક એકાઉન્ટમાંથી અલગ અલગ બેંકના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે તે ચારેય બેંકના એકાઉન્ટના ધારકોની સામે ગુનો નોંધી પોલીસે આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.






Latest News