મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો મોરબીનો સિરામિક ઉદ્યોગ યુએસ સહિતના દેશોમાં એક્સપોર્ટ માર્કેટ ગુમાવે તેવા તેવા સંકેત, કન્ટેનરના ડેમરેજ-સરચાર્જ સામે એક્સપોર્ટરો માટે રાહતના સમાચાર સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં કૌટુંબિક ભાઈ સાથે ગાંઠિયા લેવા ગયેલ યુવાન ઉપર છરી વડે હુમલો, જાનથી મારી નાખવાની ધમકી


SHARE











મોરબીમાં કૌટુંબિક ભાઈ સાથે ગાંઠિયા લેવા ગયેલ યુવાન ઉપર છરી વડે હુમલો, જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડમાં રહેતો યુવાન તેના મોટા બાપુના દીકરા સાથે ગાંધીચોકમાં ગાંઠિયા વાળાની દુકાને ગાંઠિયા લેવા માટે ગયો હતો ત્યારે ત્યાં કાર લઈને એક શખ્સ આવેલ હતો જે તેના મોટા બાપુના દીકરા સાથે વાત કરતો હતો ત્યારે યુવાને તેના મોટા બાપુના દીકરાને ગાંઠિયા લઈ આવવા માટે કહ્યું હતું જે સામેવાળાને સારું નથી લાગતા તેણે યુવાનને ગાળો આપી હતી અને ત્યાર બાદ યુવાન ઉપર છરી વડે હુમલો કરીને તેના પેટના ભાગે છરીનો ઘા મારીને ઈજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડમાં રહેતા હાર્દિકભાઈ કાનાભાઈ મકવાણા (28) મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જીગ્નેશભાઈ બોરીચા રહે. બોરીચાવાસ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તે પોતાના મોટા બાપુના દીકરા કિશન સાથે ગાંધીચોકમાં ગાંઠિયા વાળાની દુકાને ગાંઠિયા લેવા માટે તેને ગયા હતા દરમિયાન જીગ્નેશભાઈ બોરીચા ત્યાં પોતાની નંબર વગરની સ્વિફ્ટ કાર લઈને આવ્યો હતો અને ત્યાં કિશનને બોલાવીને તેની સાથે વાત કરતો હતો દરમિયાન ફરિયાદીએ કિશનને તું ગાંઠિયા લેતો આવ તેમ કહ્યું હતું જે આરોપીને સારું નથી લાગતા તેણે ફરિયાદી યુવાનને જેમ ફાવે તેમ ગાળો આપી હતી ત્યારે ફરિયાદી તથા તેના મોટા બાપુના દીકરાએ આરોપીને ગાળો બોલવાની ના પાડતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને ત્યારબાદ તેણે ફરિયાદી ઉપર છરી વડે હુમલો કરીને તેને પેટના ભાગે છરીનો ઘા મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી ભોગ બનેલ યુવાન દ્વારા સારવાર લીધા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરાયેલ છે

એક બોટલ દારૂ

મોરબીની પંચાસર ચોકડીથી આગળના ભાગમાં કેનાલ ઉપરથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 500 રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે શૈલેષભાઈ ધરમશીભાઈ કંઝારીયા (28) રહે. દલવાડી સર્કલ માસાલની વાડી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.






Latest News