મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતોને સાવચેતી રાખવા બાગાયત વિભાગની માર્ગદર્શિકા


SHARE











મોરબી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતોને સાવચેતી રાખવા બાગાયત વિભાગની માર્ગદર્શિકા

હવામાન ખાતાની આગાહી અનુસાર મોરબી જિલ્લામાં તારીખ ૦૬-૦૫-૨૦૨૫ થી ૦૯-૦૫-૨૦૨૫ કમોસમી વરસાદ સંભાવના રહેલી છે. જે ધ્યાને લેતા નાયબ બાગાયત નિયામક, મોરબી દ્વારા બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂત મિત્રોને કમોસમી વરસાદથી બચવા માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

આ માર્ગદર્શિકા અનુસાર તૈયાર થયેલ ફળ અને શાકભાજી ઉતારી લેવા તેમજ તૈયાર ખેત પેદાશો સલામત સ્થળે ખસેડી લેવા, કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને સલામત સ્થળે ખસેડી અથવા પ્લાસ્ટીક/તાડપત્રીથી યોગ્ય ઢાંકી દેવુ અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવવો. ઉત્પાદન અવસ્થાના બાગાયતી પાકોનો સુરક્ષિત સંગ્રહ કરવા, બાગાયતી પાકોમાં પિયત ટાળવું. આગાહી દરમિયાન કોઈ પણ જંતુનાશક દવા, સેન્દ્રિય ખાતરો કે હોર્મોન્સના છંટકાવ કરવા નહિ, વાદળછાયું વાતાવરણ અથવા વરસાદ પછી તાત્કાલિક ભૂકી છારા જેવા રોગ લાગવાની શક્યતાઓ રહેલી છે. જેના નિયંત્રણ માટે બગીચામાં અવલોકન કરતાં રહેવું અને જરૂર જણાય તો ફુગનાશક અથવા જૈવિક દવાઓનો છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે. વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી મોરબીનો સંપર્ક કરવા મોરબી નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.






Latest News