મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

જમ્મુના આતંકી હુમલાના વિરોધમાં વાંકાનેરના લોકો પાકિસ્તાની ઝંડાને પગતળે કચડશે


SHARE











જમ્મુના આતંકી હુમલાના વિરોધમાં વાંકાનેરના લોકો પાકિસ્તાની ઝંડાને પગતળે કચડશે

જમ્મુના પહલગામમાં આંતકવાદી દ્વારા કરવામાં આવેલ હુમલાનો વિરોધ લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે વાંકાનેરના રાષ્ટ્રપ્રેમી યુવાનો દ્વારા માર્કેટ ચોકમાં રોડ પર પાકિસ્તાનનો ઝડાં બનાવવામાં આવેલ છે અને આંતકવાદીઓને પનાહ આપનારા પાકિસ્તાનના ઝંડાને લોકો પગ નીચે કચડે તે માટે રસ્તા ઉપર ઝંડો બનાવવામાં આવેલ છે.

જમ્મુ કાશ્મીરના પહલગામમાં ફરવા ગયેલ પર્યટકો ઉપર આંતકવાદી હુમલો કરવામાં આવ્યો હતો અને લોકોને ગોળી મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા જેના વિરોધમાં સમગ્ર દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી આંતકવાદને પનાહ આપનાર પાકિસ્તાનને જડબાતોડ જવાબ દેવાની માંગ ઉઠી રહી છે ત્યારે વાંકાનેરમાં રાષ્ટ્રપ્રેમી યુવાનો દ્વારા શહેરના માર્કેટચોકમાં જાહેર રોડ પર જ્યાં દિવસ દરમિયાન અનેક વાહનો તેમજ લોકો પગપાળા ચાલીને જતાં હોય છે ત્યારે પાકિસ્તાનનો ઝંડો બનાવવામાં આવેલ છે અને લોકો પાકિસ્તાનના ઝંડાને પગ નીચે કચડે તે માટે રોડ ઉપર આ ઝંડો બનાવવામાં આવેલ છે અને ત્યાં પાકિસ્તાન મૂર્દાબાદ લખવામાં આવેલ છે તેમજ પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ દેવાની માંગ યુવાનો દ્વારા કરવામાં આવી છે આ તકે મહેશ પંડ્યા, મેહુલ ઠાકોર, શિવાજી રાજગોર, મયુર ઠાકોર, દિપક રાજગોર, હરેશ માણસુરીયા, હિરેન બરેડિયા, હિરેન પનારા, અજય પનારા સહિતના રાષ્ટ્રપ્રેમી યુવાનો હાજર રહ્યા હતા અને આંતકવાદી હુમલાનો વિરોધ કર્યો હતો






Latest News