મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

હળવદના ચાડધ્રા ગામે રેતીની લીઝ રદ્દ કરવાની માંગ: નદી કાંઠે દેખાવો કરાયો


SHARE







હળવદના ચાડધ્રા ગામે રેતીની લીઝ રદ્દ કરવાની માંગ: નદી કાંઠે દેખાવો કરાયો

હળવદના ચાડધ્રા ગામે રાજ્ય સરકાર દ્વારા રેતીની લીઝ આપતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો અને લીઝ રદ્દ કરવાની માંગ સાથે નારા લગાવ્યા હતા અને લીજ રદ્દ કરવામાં નહીં આવે તો ચાડધ્રા ગામને હિજરત કરવી પડે તેવી સ્થિતિ છે.

હળવદ તાલુકાના વિવિધ ગામમાંથી પસાર થતી બ્રાહ્મણી નદીમાં રાજ્ય સરકાર દ્વારા લીઝનો બ્લોક ફાળવવામાં આવ્યો છે અને આ લીઝના બ્લોકને લઈને ગ્રામજનો વિરોધ નોંધાવી રહ્યા છે અને લીઝ રદ્દ કરવાની માગણી કરી છે. બ્રાહ્મણી નદીમાં 6 એકરમાં રાજ્ય સરકાર દ્વારા લીઝ આપવામાં આવી છે અને આ લીઝમાંથી ઉપરાંત આજુબાજુમાંથી રેતી ખનન થતું હોવાથી પાણીના સ્ત્રોત ઘટી રહ્યા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે અને ખેડૂતોને હિજરત કરવી પડે તેવી સ્થિતિ સર્જાય છે.ચાડધ્રા પાસે ઘુડખર અભ્યારણ ઇકો સેન્સિટીવ ઝોન આવેલું છે અને  નજીક જ રહે તેની લીજ મંજુર કરાવતા રક્ષિત પ્રાણી ઘુડખર સહિત અન્ય વન જીવ્યોને પહોંચી શકે તેમ છે.લીઝ રદ કરોની માંગ સાથે મોટી સંખ્યામાં ચાડધ્રા ગામના ખેડૂતો બ્રાહ્મણી નદીમાં પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.






Latest News