મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના પંચમુખી હનુમાન મંદિરે નિરૂભા ઝાલા-પ્રતિમાબેન રાઠોડનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો


SHARE







મોરબીના પંચમુખી હનુમાન મંદિરે નિરૂભા ઝાલા-પ્રતિમાબેન રાઠોડનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો

મોરબીના નવલખી રોડે આવેલ રોકડીયા હનુમાન પ્રાથમિક શાળાના આચાર્ય નિરૂભા બેચુભા ઝાલા તથા શ્રી ગિબ્શન મિડલ સ્કૂલના આચાર્ય શ્રીમતી પ્રતિમાબેન રાઠોડ વમર્યાદાના લીધે સેવા નિવૃત્ત થતા હોય તેમનો વિદાય સમારોહ મોરબી શહેરના વિસ્તારમાં ઉમા ટાઉનશિપની સામેના ભાગમાં આવેલ પંચમુખી હનુમાન મંદિર ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વોરાભાઈ, માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શર્મિલાબેન હુંબલ, જોડિયા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દિનેશભાઈ ગરચર, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઈ હુંબલ, મોરબી જિલ્લા પ્રાથમિક શૈક્ષિક સંઘના પ્રમુખ દિનેશભાઈ વરસોલા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ મોરબી જિલ્લાના પ્રમુખ જયવંતસિંહ જાડેજા, જિલ્લા સહકારી પ્રેસના ઉપપ્રમુખ અને રંગપર ગામના માજી સરપંચ મહેન્દ્રસિંહ ઝાલા, મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, ટંકારા તાલુકા ભાજપના મહામંત્રી રૂપસિંહ ઝાલા, તાલુકા શાળા નં-3 ની તમામ પેટા શાળાનો સ્ટાફ તથા ખૂબ જ મોટી સંખ્યામાં શિક્ષકો અને રાજપૂત સમાજના અગ્રણીઓ સહિતના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને વમર્યાદાના લીધે નિવૃત્ત થતા નિરૂભા ઝાલા તેમજ પ્રતિમાબેન રાઠોડને સહુ કોઈએ શુભકામનાઓ પાઠવી હતી.






Latest News