મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

વાંકાનેરના તીથવા ગામે માટીના ડમ્પરના ફેરા કરવા બાબતે બે જૂથ વચ્ચે બોલાચાલી, માથાકૂટ અને મારામારી: હવે સામસામી ફરિયાદ


SHARE











વાંકાનેરના તીથવા ગામે માટીના ડમ્પરના ફેરા કરવા બાબતે બે જૂથ વચ્ચે બોલાચાલી, માથાકૂટ અને મારામારી: હવે સામસામી ફરિયાદ

વાંકાનેર તાલુકાના તીથવા ગામે માટીના ડમ્પરના ફેરા કરવા બાબતે બે જૂથ વચ્ચે બોલાચાલી, માથાકૂટ અને મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં બંને પક્ષેથી ઈજા પામેલા શખ્સોને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી સામસામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જુદા જુદા બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના તીથવા ગામે ધાર લાલસાનગર ખાતે રહેતા સહદેવભાઈ સાદુરભાઈ ફાંગલિયા (32)એ હાલમાં ભરતભાઈ હીરાભાઈ બાંભવા, છગનભાઈ હીરાભાઈ બાંભવા, મોનાભાઇ હીરાભાઈ બાંભવા અને એક અજાણ્યો શખ્સ આમ કુલ ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવેલ છે કે, ફરિયાદીના ભાઈ સાહે કમલેશભાઈ માટીના ડમ્પરના ફેરા નાખવાનો ધંધો કરતા હોય તેમણે આરોપી ભરતભાઈ બાંભવાને પોતાના ગામમાં માટીના ડમ્પર નહીં નાખવા માટે સમજાવતા ચારેય આરોપીઓએ ફરિયાદીના ભાઈ કમલેશભાઈને ધોકા અને પાઇપ વડે મારમાર્યો હતો જેથી ફરિયાદી તથા તેના ભાઈ સાહેનિકુલભાઇએ માર નહીં મારવા આરોપીઓને કહ્યું હતું ત્યારે ચારેય આરોપીઓ ઉસકેરાઈ ગયા હતા અને ત્યારે ભરતભાઈએ ગાળો આપી હતી અને છગનભાઈ તથા મોનાભાઈએ ફરિયાદીને માથાના ભાગે લાકડાના ધોકા વડે માર મારીને ઇજા કરી હતી અને અજાણ્યા શખ્સે લાકડાના ધોકા વડે ફરિયાદીને વાંસાના ભાગે તથા જમણા હાથના અંગૂઠામાં માર મારીને ઇજા કરી હતી તેમજ તેના ભાઈ નિકુલભાઇને ચારેય આરોપીઓએ પાઇપ અને ધોકા વડે મારમાર્યો હતો અને માથા, જમણા ખભા તેમજ હાથની ટચલી આંગળીમાં ઇજા કરી હતી તેમજ કમલેશભાઈને ચારેય આરોપીઓએ પાઇપ અને ધોકા વડે માર મારતા ઈજા થઈ હતી જેથી ઈજા પામેલા ત્રણેય ભાઈઓને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાર બાદ ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.

આ બનાવ સંદર્ભે સામાપક્ષેથી વાંકાનેરમાં આવેલ મહાવીરનગર સોસાયટી વડીયા વાડીમાં રહેતા ભરતભાઈ હીરાભાઈ બાંભવા (32)એ કમલેશભાઈ સાદુરભાઈ ફાંગલીયા, નિકુલભાઇ સાદુરભાઈ ફાંગલીયા, સહદેવભાઈ સાદુરભાઈ ફાંગલીયા અને કમલેશભાઈનો ભાઈ રહે બધા તિથવા ગામ વાળા સામે ફરિયાદ નોંધાવેછે જેમાં જણાવ્યુ છે કે તેઓ માટીના ડમ્પરના ફેરા કરતા હોય કમલેશભાઈ ફાગલીયા પણ માટીના ડમ્પર ચલાવતા હતા જેથી આરોપીઓએ ફરિયાદીને તીથવા ગામમાં માટીના ફેરા નહીં કરવાનું કહ્યું હતું છતાં ફરિયાદીના ડ્રાઇવર ડમ્પર લઈ ફેરો કરવા જતા હોય આરોપી કમલેશભાઈ ફાંગલિયાએ ડમ્પર ચાલકને પોતાની સ્કોર્પિયો ગાડી આડી મૂકીને રોક્યો હતો જેથી તેને સમજાવવા માટે ફરિયાદી તથા તેના બે ભાઈ ત્યાં ગયા હતા ત્યારે ત્રણેય આરોપીઓએ ગાળો આપી હતી અને ઉશ્કેરાયેલ કમલેશભાઈ ફાંગલીયાએ ફરિયાદીને માથામા પાઇપ વડે મારમાર્યો હતો તેમજ સહદેવભાઈ અને નિકુલભાઇએ ફરિયાદીને મારમારીને ઇજા કરી હતી અને કમલેશભાઈ ત્યાં બલેનો ગાડીમાં આવ્યા હતા અને નિકુલભાઇ, સહદેવભાઈ અને કમલેશભાઈએ ધોકા વડે મોનાભાઈ અને છગનભાઈને માથા અને શરીરે મારમારીને ઇજાઓ કરેલ હતી જેથી ઇજા પામેલા વ્યક્તિઓને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાર બાદ યુવાને નોંધાવેલ  ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધેલ છે અને બંને પક્ષની ફરિયાદ આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News