મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી નજીકના ઉંચી માંડલ ગામ પાસે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE







મોરબી નજીકના ઉંચી માંડલ ગામ પાસે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત

મોરબી હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં કોઈ કારણસર ડૂબી જવાના કારણે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને કેનાલમાં ડૂબી ગયેલા યુવાનના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢીને પીએમ  માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી 

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી નજીકના ઉંચી માંડલ ગામે રહેતા વિનોદભાઈ સંતરામ યાદવ (ઉંમર વર્ષ 30) કોઈ કારણોસર મોરબી હળવદ હાઈવે ઉપર આવેલ નર્મદા કેનાલમાં ડૂબી ગયા હતા જેથી કરીને કેનાલમાં રહેલા પાણીમાં ડૂબી જવાના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને કેનાલના પાણીમાંથી બહાર કાઢી પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News