ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના પ્રેમજીનગર થયેલ યુવાનની હત્યાના ગુનામાં મહિલા સહિત ત્રણ આરોપી પકડાયા


SHARE











મોરબીના પ્રેમજીનગર થયેલ યુવાનની હત્યાના ગુનામાં મહિલા સહિત ત્રણ આરોપી પકડાયા

મોરબીમાં મકનસર પાસેના પ્રેમજીનગરમાં માવાના બાકી પૈસા બાબતે બોલાચાલી થયા બાદ મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલા યુવાનનું સારવાર  દરમ્યાન રાજકોટ ખાતે મોત નીપજયું હતું જેથી કરીને બનાવ હત્યામાં પલટયો હતો અને હત્યાના આ બનાવમાં પોલીસે મહિલ સહિત ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે

મોરબીના મકનસર ગામ પાસે આવેલા પ્રેમજીનગર વિસ્તારમાં માવાના બાકી પૈસાના મુદદે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ગુલાબ વેલજીભાઇ શેખવા (૨૯), જયેશ વેલજીભાઇ સેખવા અને સુનીલ બાબુભાઇ પરમાર (૩૦) તેમજ સામેના પક્ષના કાંતાબેન ચુનીલાલ વઘેરા (૪૦), રાકેશ ચુનીલાલ વઘેરા (૨૨), ચુનીલાલ કમાભાઇ વઘેરા (૪૫) અને સુરેશ ચુનીલાલ વઘેરા (૨૦) નામના કુલ છ લોકોને જે તે સમયે ઇજાઓ થઈ હતો અને ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સામસામી ફરિયાદો નોંધાવવામાં આવી હતી જેમાં વેલજીભાઇ નથુભાઇ શેખવા (૫૫) રહે.પ્રેમજીનગર હનુમાન મંદિરની પાસે વાળાએ ત્યાં જ રહેતા ચુનીલાલ વધોરા, કાન્તાબેન ચુનીલાલ વઘોરા, સુરેશ ચુનીલાલ વઘોરા, રાકેશ ચુનીલાલ વઘોરા, મોહન રવજીભાઈ વઘોરા, હસમુખભાઈ મોહનભાઈ વઘોરા રહે. બધા પ્રેમજીનગર મોરબી સામે ફરીયાદ નોંધાવી હતી 

જે ફરિયાદમાં જણાવ્યુ હતું કે, જયેશભાઇએ બાકી નીકળતા માવાના પૈસાની માંગણી કરતાં સામેવાળાઓએ ઉશ્કેરાઈ જઈને તલવાર, ધોકા અને પાઇપ જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો અને ગુલાબભાઈના માથાના ભાગે તલવારનો ઘા ઝીંકી દેતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે જયેશ અને સુનીલને પણ તલવાર વડે અને ધોકા-પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો જે ગુનામાં પોલીસે અગાઉ મોહન રવજી વઘોરા અને હસમુખ મોહન વઘોરા રહે.બંને પ્રેમજીનગર વાળાની અગાઉ ધરપકડ કરેલ હતી અને બાદમાં રાજકોટ ખાતે ગુલાબભાઈ વેલજીભાઇ શેખવા (૨૯)નું મોત નીપજયું છે જેથી કરીને મારામારીનો બનાવ હત્યામાં પલટયો હતો ને આ ગુનામાં પોલીસે હાલમાં ચુનીલાલ ક્માભાઈ વધોરા(૪૫), કાન્તાબેન ચુનીલાલ વઘોરા (૪૦) અને રાકેશ ચુનીલાલ વઘોરા (૨૨) વાળાની ધરપકડ કરેલ છે જો કે, સુરેશ ચુનીલાલ વધોરાને કોરોના પોઝિટિવ હોવાથી તેને હાલમાં પકડવામાં આવેલ નથી 






Latest News