સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામની સીમમાંથી સગીરાનુ અપહરણ કરનાર બે પૈકી એકની ધરપકડ, મદદગારી કરનાર મામા ની શોધખોળ


SHARE











મોરબીના બેલા ગામની સીમમાંથી સગીરાનુ અપહરણ કરનાર બે પૈકી એકની ધરપકડ, મદદગારી કરનાર મામા ની શોધખોળ
મોરબી તાલુકાના જેતપર રોડ ઉપર આવેલા બેલા ગામની સીમમાં કારખાનામાં રહીને મજૂરી કામ કરતા પરિવારની સગીરાનું લલચાવી ફોસલાવી બદકામના ઇરાદે અપહરણ કરી જવામાં આવેલ હોય ભોગ બનેલ પરિવારે ફરિયાદ નોંધાવી હતી.જેથી મોરબી તાલુકા પોલીસે અપહરણ, દુષ્કર્મ, પોકસો સહિતની કલમો હેઠળ બે ઇસમોની સામે ફરિયાદ નોંધાવી હતી.આ બનાવમાં એકની ધરપતડ કવામાં આવેલ છે.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના બેલા ગામની સીમમાં આવેલ કારખાનામાં રહીને મજૂરી કામ કરતા પરિવારની સગીરવયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે ગત તા.૨૧-૧-૨૫ ના સાંજના સાતેક વાગ્યે અપહરણ કરી જવામાં આવેલ હોય સગીરાની ભાળ મેળવવા માટે પરિવારે દોડધામ કરી હતી.છતાં સગીરાનો કોઈ પતો લાગ્યો ન હતો.જેથી ભોગ બનેલ સગીરાના પરિવાર દ્વારા તે સમયે તાલુકા પોલીસમાં વિશાલ ગોવર્ધનભાઈ વર્મા રહે.મોવાસા મધ્યપ્રદેશ અને અશોક ગોરીલાલ વર્મા રહે.રાજગઢ મધ્યપ્રદેશ નામના બે ઈસમો સામે ફરિયાદ નોંધાવાતા પોલીસે અપહરણ, બળાત્કાર અને પોકસો સહિતની કલમો હેઠળ ઉપરોક્ત બંને સામે ફરિયાદ નોંધી હતી. જેની તપાસ દરમિયાન તાલુકા પોલીસ મથકના પીઆઇ એસ.કે.ચારેલ તથા સ્ટાફ દ્રારા હાલમાં વિશાલ ગોવર્ધનસિંગ વર્મા મેઘવાલ (ઉંમર ૧૯) રહે.મોવાસા તાલુકો ખુજનેર મધ્યપ્રદેશની ઉપરોક્ત ગુનામાં ધરપકડ કરેલ છે અને તેને આ કામમાં મદદગારી કરનાર તેના મામા અશોક ગોરીલાલ વર્માની પોલીસે શોધખોળ શરૂ કરી છે.

મારામારીમાં ઇજા

મોરબીની અણીયારી ચોકડી નજીક રહેતા બળવંતસિંહ ભગવતસિંહ ઝાલા નામના ૨૫ વર્ષીય યુવાનને જેતપરની કેનાલ પાસે મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં અત્રે સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.ગઈકાલે સાંજે પાંચેક વાગ્યે થયેલ મારામારીના બનાવની તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના નેહલબેન ખડિયા દ્વારા નોંધ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના ચકમપર ગામે બાઈક લઈને જતા સમયે ચકમપર નજીક થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં છગનભાઈ ગણેશભાઈ ડાભી (ઉમર ૪૫)અને ભીમજીભાઈ રવજીભાઈ કંજારિયા (ઉમર ૪૮) રહે.બંને શનાળા રોડ મોરબી ને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એમ.પી.ઝાલા દ્વારા નોંધ કરી અકસ્માત બનાવની આગળની તપાસ શરૂ કરાઈ હતી.






Latest News