મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

હળવદના કેદારીયા ગામના પાટીયા પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત: સરા ચોકડી પાસેથી બાઈકની ચોરી


SHARE















હળવદના કેદારીયા ગામના પાટીયા પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત

હળવદ તાલુકાના કેદારીયા ગામના પાટીયા પાસેથી બાઈક લઈને પસાર થયેલ યુવાનના બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં યુવાનને ગંભીર ઇજાઓ થયેલ હોવાથી તેને સારવાર માટે લઈ ગયા હતા જો કે, સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માતના બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈનોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના કેદારીયા ગામે રહેતા અરવિંદભાઈ કાનજીભાઈ પરોઢા (35)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર નંબર એમએચ 14 એફએક્સ 1925 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેના મોટાભાઈ રસિકભાઈ કાનજીભાઈ પરોઢા બાઈક નંબર જીજે 13 એચએચ 6166 લઈને કેદારીયા ગામના પાટીયા પાસેથી પસાર કરી હતા ત્યારે આરોપીએ તેઓના બાઈકને કારથી હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના ભાઈ રસિકભાઈને માથા, પગ અને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

સરા ચોકડી પાસેથી બાઈકની ચોરી

હળવદના સરા રોડ ઉપર આવેલ આનંદ પાર્ક-2 નાલંદા સ્કૂલની બાજુમાં રહેતા હસમુખભાઈ વિઠ્ઠલભાઈ વરમોરા (49)એ પોતાનું બાઈક નંબર જીજે 13 એએમ 1187 સરા ચોકડી પાસે આવેલ ક્રોસ રોડ હોટલ તથા સેન્ટ્રલ પોઇન્ટ હોટલની વચ્ચેની ગલીમાં પાર્ક કરીને મૂક્યું હતું જે 20,000 રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે વાહન ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે આગળની રાબેતા મુજબની છે






Latest News