મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા રામનવમીએ  ત્રિવિધ કાર્યક્રમનું આયોજન


SHARE







મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા રામનવમી ત્રિવિધ કાર્યક્રમનું આયોજન

મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા રામનવમીના પાવન પર્વ નિમિતે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને તે દિવસે મહાઆરતી, ફરાળ મહાપ્રસાદ સહીતનાં કાર્યક્રમો યોજાશે.

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી જીલ્લા દ્વારા તા.૬ ને રવિવારના રોજ  સનાતન હિન્દુ ધર્મનાં આરાધ્ય દેવ પ્રભુ શ્રીરામ ના જન્મોત્સવ નિમિતે શહેરના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ ધામ ખાતે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત બપોરે ૧૧ કલાક થી  પ્રભુ શ્રી રામનો પ્રાગટ્યોત્સવ, બપોરે ૧૨ કલાકે મહાઆરતી ત્યારબાદ ફરાળ મહાપ્રસાદનું અનેરુ આયોજન કરવામાં આવેલ છે. શહેરના દરેક રામભક્તોને પધારવા, મહાઆરતી તેમજ ફરાળ મહાપ્રસાદનો લાભ લેવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી જીલ્લાના અધ્યક્ષ સી.ડી.રામાવત, ઉપાધ્યક્ષ પ્રતાપભાઈ ચગ તથા શહેર અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણીએ નિમંત્રણ પાઠવેલ છે.






Latest News