મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

હળવદમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી અમરેલીના બગસરામાંથી ઝડપાયો


SHARE











હળવદમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી અમરેલીના બગસરામાંથી ઝડપાયો

હળવદ પોલીસ સ્ટેશનમાં મહિના પહેલા અપહરણનો ગુનો નોંધાયો હતો જે ગુન્હામાં ભોગ બનનાર તથા આરોપીને અમરેલી જીલ્લાના બગસરા ખાતે હોવાની હક્કિત મળી હતી જેના આધારે મોરબી જીલ્લા એએચટીયુ ની ટીમે બંનેને ત્યાંથી પકડી પાડેલ છે.

મોરબી જીલ્લા એએચટીયુના પીઆઇ કે.કે. દરબાદ અને તેની ટીમના કર્મચારીઓ ગુમ થયેલ વ્યક્તિને શોધવા માટે કામગીરી કરી રહ્યા હતા તેવામાં નંદલાલ વરમોરા અને અરવિંદસિંહ પરમારને ખાનગી રાહે માહીતી મળેલ હતી કે, હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી નિખીલ રામલાલ ભીલ રહે. ગામ સાગૌની કલા,રાયસેન રોડ તાલુકો કોલુઆ જીલ્લો ભોપાલ મધ્યપ્રદેશ વાળો ફરીયાદીની સગીર વયની દિકરીનું અપહરણ કરી ભગાડી ગયેલ છે જે આરોપી નિખીલ રામલાલ ભીલ અમરેલી જીલ્લાના બગસરા ગામે નદીપરા વિસ્તાર ધારી રોડ ઉપર આવેલ ઇટોના ભઠ્ઠામાં કામ કરતો હોવાની માહીતી હતી જેથી મોરબી જીલ્લા એએચટીયુ ટીમ બગસરા ગામે નદીપરા વિસ્તાર ધારી રોડ ઉપર આવેલ ઇટોના ભઠ્ઠામાં પહોચી હતી અને ત્યથી આરોપી તથા ભોગ બનનાર મળી આવ્યા હતા જેથી તેને હસ્તગત કરી હળવદ પોલીસ સ્ટેશન હવાલે કરેલ છે. આ કામગીરી એચટીયુ શાખાના ઇન્ચાર્જ પીઆઇ કે.કે.દરબાર તથા ફુલીબેન ઠાકોર, નંદલાલ વરમોરા, અરવિંદસિંહ પરમાર, બકુલભાઇ કાસુન્દ્રા દ્વારા કરવામાં આવી હતી.






Latest News