મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

રેકોર્ડ બ્રેક: મોરબી મહાપાલિકાએ 23.04 કરોડની કરી વેરા વસૂલાતમ ટેકસ શખ્સને અભિનંદન આપતા કમિશ્નર સ્વપ્નિલ ખરે


SHARE







રેકોર્ડ બ્રેક: મોરબી મહાપાલિકાએ 23.04 કરોડની કરી વેરા વસૂલાતમ ટેકસ શખ્સને અભિનંદન આપતા કમિશ્નર સ્વપ્નિલ ખરે

મોરબી નગરપાલિકાએ નવ મહિનામાં જેટલી વેરા વસૂલાત કરી હતી તેના કરતાં મહાપાલિકાએ માત્ર ત્રણ જ મહિનામાં વધુ વેરા વસૂલાત કરેલ છે અને આવી જ કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ જ રાખવામા આવશે જો કે, ચાલુ નાણાકીય વર્ષની વાત કરીએ તો છેલ્લા ત્રણ મહિનામાં 12 કરોડની વેરા વસુલાત કરવામાં આવેલ છે જેથી મહાપાલિકાની તિજોરીમાં કુલ મળીને 23.04 કરોડની આવક થયેલ છે.

મોરબી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતું કે, મોરબી પાલિકામાં અત્યાર સુધીમાં જે વેરા વસૂલાતની કામગીરી કરવામાં આવેલ છે તેમાં સૌથી વધુ 14.81 કરોડની આવક થયેલ છે જો કે ચાલુ વર્ષે મહાપાલિકાના ડેપ્યુટી કમિશ્નર અને ટેક્સ શાખાની ટીમે કરેલ ઉત્કૃષ્ઠ કામગીરીના લીધે 23.04 કરોડ જેટલી વસૂલાત થયેલ છે વધુમાં કહ્યું હતું કે, આ વર્ષે માત્ર ત્રણ માહિના પહેલા પાલિકાને મહાપાલિકા બનાવવામાં અવલે છે અને મહાપાલિકાની ટીમે વેરો વસૂલ કરવા માટે કરેલ કામગીરીના લીધે ત્રણ માહિનામાં 12.01 કરોડની વેરા વસૂલાત કરેલ છે જેથી કરીને કુલ આવક 23.04 કરોડ સુધી પહોચી છે. અત્રે ઉલેખનીય છેકે, મોરબી પાલિકા દ્વારા તા.1/4/2024 થી 31/12/2024 સુધીમાં 11.03 કરોડની વેરા વસૂલાત કરવામાં આવી હતી જો કે, મહાપાલિકા બન્યા બાદ તા 1/1/25 થી 31/3/25 સુધીમાં 12.01 કરોડની વેરા વસુલાત કરવામાં આવેલ છે.






Latest News