મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડના ખૂણા પાસે થયેલ મારામારીમાં ત્રણ યુવાનોને ઇજા


SHARE













મોરબીના પંચાસર રોડના ખૂણા પાસે થયેલ મારામારીમાં ત્રણ યુવાનોને ઇજા

મોરબીના પંચાસર રોડ ઉપર હર્ષ બેકરીના ખૂણા પાસે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ત્રણ યુવાનોને ઇજા થતાં સારવાર માટે ખસેડાયા હતા.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ હર્ષ બેકરીના ખૂણા પાસે મારામારીનો બનાવ બન્યો હતો.મારામારીના આ બનાવમાં અરમાન ઇમફાનભાઇ સુમરા (૧૮) રહે.જોન્સનગર, સાહિલ સલીમભાઇ સુમરા (૧૮) રહે.નવલખી રોડ પરશુરામ ધામ પાસે તથા ફિરોજ હાસમભાઇ સુમરા (૩૪) રહે.નવલખી રોડ પરશુરામ ધામ પાસેને ઇજાઓ થતા સારવાર માટે ખસેડાયા હતા.બનાવના કારણ સંદર્ભે પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.જ્યારે મોરબીના લીલાપર રોડ ચાર માળીયા વિસ્તારમાં રહેતા મુમતાઝબેન અલારખાભાઈ ખલીફા નામના ૬૦ વર્ષીય વૃદ્ધાને તેમના ઘરે તેમના પુત્ર દ્વારા માર મારવામાં આવતા દવાખાને સારવાર માટે લઈ જવાયા હતા.તેમજ મોરબી પંચાસર રોડ ભુચરની વાડી વિસ્તારમાં રહેતા વેલીબેન રત્નાભાઇ કંજારિયા નામના ૮૨ વર્ષના વૃદ્ધા તેમના પૌત્રના બાઈકની પાછળ બેસીને જતા હતા.તે દરમિયાન રસ્તામાં તેમનું બાઈક સ્લીપ થતા પડી જવાથી ઇજા પામેલ વેલીબેન કંજારીયાને પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.

વૃદ્ધા સારવારમાં

હળવદના ચરાડવા ગામે ગોપાલનગર વિસ્તાર નવા પ્લોટમાં રહેતા કેસરબેન ગંગારામભાઈ સોનગ્રા નામના ૬૨ વર્ષના વૃદ્ધા ચરાડવા ગામે આવેલ નીલકંઠ કિરાના પાસેથી જતા હતા.ત્યાં રસ્તામાં કોઈ અજાણ્યા વાહનના ચાલકે તેમને હડફેટે લેતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબી જિલ્લાના માળિયા મીંયાણા તાલુકાના મોટી બરાર ગામે રહેતા પ્રવીણભાઈ બીજલભાઇ કાનગડ નામના ૪૫ વર્ષના યુવાનને તા.૩૧-૩ ના અગિયારેક વાગ્યાના અરસામાં મોટી બરાર ગામે આવેલ મોડલ સ્કૂલ નજીકથી બાઇક લઈને જતા સમયે બાઇક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ઈજા પહોંચતા તેમને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.બંને બનાવો સંદર્ભે નોંધ કરી એ ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડાએ પ્રાથમીક તપાસ કરીને વધુ તપાસ માટે હળવદ અને માળિયા પોલીસને જાણ કરી હતી.

બાઈક સ્લીપ થતા બે યુવાન સારવારમાં

મોરબી-રાજકોટ હાઇવે ઉપર આવેલ મીતાણા ગામની ગોળાઇ નજીક બાઇક સ્લીપ થવાની ઘટના બની હતી.જેમાં ઉસ્માન આરીફભાઈ હેરંજા (ઉમર ૨૪) રહે.ઘાંચી શેરી મોરબી તથા તાહિરહુસેન રમજાનભાઈ બેલીમ (ઉમર ૨૫) રહે.જોન્સનગર લાતી પ્લોટ શેરી નંબર-૧૧ મોરબી ને ઇજા થતા મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.તેમજ મોરબી રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટમાં રહેતા અનિલભાઈ અમૃતલાલ (૫૧) નામના આધેડને તા.૩૧-૩ ના સવારે દશેક વાગ્યાના અરસામાં બાઈક લઈને શનાળા રોડ ઇલોરા મકાન પાસેથી જતા સમયે ત્યાં રસ્તામાં તેમના બાઈક સાથે અન્ય બાઇક અથડાવાથી સર્જાયેલ અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત થવાથી અનિલભાઈને અત્રેની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના વાવડી રોડ કારીયા સોસાયટી વિસ્તારમાં રહેતા જમનાબેન વ્રજલાલભાઈ પરમાર નામના ૫૦ વર્ષીય મહિલા તા.૩-૩ ના રોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં બાઇકની પાછળ બેસીને વાવડી રોડ ઉપર આવેલ કારીયા સોસાયટી નજીકના રામદેવપીર મંદિર પાસેથી જતા હતા ત્યાં તેમના બાઇકની આડે અચાનક ગાય આડી ઉતરતા તેમનું વાહન સ્સીપ થઈ ગયું હતું.જે બનાવમાં જમનાબેનને ઇજા થતાં તેઓને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે જીવાપર ગામે આવેલ માનસી પ્લાસ્ટિક પાસે રહી મજૂરી કામ કરતા પરિવારના પ્રેમિલાબેન બંધનભાઈ દાવત નામની ૧૫ વર્ષીય સગીરાને કોઈ જંતુ કરડી જતા સારવાર માટે સિવિલએ લાવવામાં આવી હતી.તેમજ મોરબી-વાંકાનેર હાઇવે લાલપર ગામે આવેલ જુની વિશાલદીપ મિલ નજીક રહેતા રોહિતભાઈ ભાણજીભાઈ માકાસણા નામના ૩૨ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે લાવવામાં આવ્યો હતો






Latest News