મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા
Breaking news
Morbi Today

હળવદની સરા ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 10 પાડાને બચાવ્યા: અમદાવાદના બે શખ્સની ધરપકડ


SHARE







હળવદની સરા ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 10 પાડાને બચાવ્યા: અમદાવાદના બે શખ્સની ધરપકડ

હળવદની સરા ચોકડી પાસેથી પસાર થઈ રહેલા વાહનને રોકીને ગૌરક્ષકોએ ચેક કર્યું હતું ત્યારે તે વાહનમાં 10 પાડા ને ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જતા હોવાનું સામે આવ્યું હતું જેથી હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ગુનો નોંધીને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે જુદા જુદા વિસ્તારમાંથી કતલખાને લઈ જવાતા પશુઓની બાતમી આધારે ગૌરક્ષકો પોલીસને સાથે રાખીને કાર્યવાહી કરતા હોય છે અને ઘણા અબોલ જીવોને બચાવવામાં આવતા હોય છે તેવી જ રીતે હળવદની સરા ચોકડી પાસેથી વાહનમાં અબોલ જીવને ભરીને કતલખાને લઈ જવા આવી રહ્યા છે તેની હકીકત મળી હતી જેને આધારે ગૌરક્ષકોની ટીમ દ્વારા પોલીસને સાથે રાખીને વોચ રાખવામા આવી હતી ત્યારે બાતમી વાળું વાહન નંબર જીજે 1 ટી 4180 ત્યાંથી પસાર થઈ રહ્યું હતું જે વાહનને રોકીને ચેક કરતા તેમાંથી ભેંસના 10 પાડા ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં ઘાસચારો કે પાણીની કોઈપણ વ્યવસ્થા વગર લઈ જવામાં આવતા હોય તેવું જોવા મળ્યું હતું જેથી હાલમાં કિરણકુમાર રજનીકાંત પંડ્યા (39) રહે. નાલંદા સ્કૂલ રોડ શિવ બંગલો હળવદ વાળાએ હળવદ તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે જાવેદખાન ઇકબાલખાન ખાન (35) રહે. બોમ્બે હોટલ નારોળ ચોકડી પાસે અમદાવાદ મૂળ રહે. ઉતરપ્રદેશ અને નદીમભાઇ સીદીકભાઇ મેવાતી (29) રહે. રસીનુ કારખાનુ રામ રહીમનગર બેહરામપુરા મેલડીમાના મંદીર પાસે સાપરામા અમદાવાદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેથી કરીને પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરેલ છે અને મુદ્દામાલ કબજે કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News