મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મગજની બીમારીથી કંટાળીને યુવાને ઘરના બાથરૂમમાં જીવન ટુકાવ્યું


SHARE







વાંકાનેરમાં મગજની બીમારીથી કંટાળીને યુવાને ઘરના બાથરૂમમાં જીવન ટુકાવ્યું

વાંકાનેરના દિવાનપરા વિસ્તારમાં રહેતા યુવાને પોતાની મગજની બીમારીથી કંટાળી જઈને પોતે પોતાના ઘરની અંદર બાથરૂમમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે સિટી પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરના દિવાનપરા વિસ્તારમાં રહેતા નીમરભાઈ ઇમરાનભાઈ રવાણી નામના યુવાને પોતાના ઘરના ઘરના બાથરૂમમાં ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગત મુજબ મૃતક યુવાનને મગજની બીમારી હોય તે બીમારીથી કંટાળી જઈને પોતે પોતાના ઘરની અંદર પોતાની જાતે આ પગલું ભર્યું છે તેવું પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

એક બોટલ દારૂ

મોરબીમાં માળીયા ફાટક પાસેથી મહેન્દ્રનગર તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસની ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે 356 ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી મહેબુબભાઇ યુસુફભાઈ મકરાણી (40) રહે. વીસીપરા મેન રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.






Latest News