મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી મહપાલિકાના કમિશનરની વિઝિટ બાદ આજે 20 જેટલા કાચા-પાકા દબાણો તોડી પડ્યા


SHARE







મોરબી મહપાલિકાના કમિશનરની વિઝિટ બાદ આજે 20 જેટલા કાચા-પાકા દબાણો તોડી પડ્યા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રીલીફ નગર અને અરુણોદયનગર વચ્ચે જે સરકારી જમીન આવેલ છે ત્યાં મોટા પ્રમાણમાં દબાણો કરવામાં આવ્યા હતા અને મહાપાલિકાની ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં દબાણ હટાવવા માટેની ઝુંબેશ ચાલી રહી છે તેવામાં આજે સવારે કમિશનર સહિતનો કાલો સામાકાંઠા વિસ્તારમાં પહોંચ્યો હતો અને રોડની વચ્ચે થયેલા કાચા પાકા તમામ દબાણો ઉપર બુલડોઝર ફેરવીને તેને તોડી પાડવામાં આવ્યા હતા

મોરબી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ મહાપાલિકાના પ્રથમ કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા ખાસ કરીને રોડ સાઈડના તમામ દબાણને પ્રથમ દૂર કરવામાં આવ્યા હતા ત્યારબાદ હવે સોસાયટી વિસ્તારમાં સરકારી ખરાબાની જગ્યા ઉપર જ્યાં ક્યાં દબાણો થયેલ હોય તેને દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે તેવામાં સોમવારે સવારે 8:00 વાગ્યામાં મોરબી મહાપાલીકાના કમિશનર, ડેપ્યુટી કમિશનર સહિતનો કાફલો રીલીફ નગર વિસ્તારમાં પહોંચ્યો હતો અને ત્યાં કમિશનર દ્વારા અધિકારીઓને સાથે રાખીને રોડ રસ્તાને ચેક કરવામાં આવ્યા હતા તેમજ રીલીફનગર તથા રુણોદયનગર વચ્ચે જે બે રોડ આવેલ છે તે બંનેની વચ્ચેના ભાગમાં સરકારી જગ્યા ઉપર મોટા પ્રમાણમાં દબાણો થયેલ હતા તે દબાણોને દૂર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને સરકારી બુલડોઝર ફેરવીને અંદાજે 20 એક જેટલા નાના મોટા કાચા પાકા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા અને સરકારી જમીનને ખુલ્લી કરવામાં આવી છે વધુમાં અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ આગામી સમયમાં આવી જ રીતે સરકારી જમીન ઉપર ખડકાયેલા દબાણને દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવશે.






Latest News