મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબી નજીક સેફ્ટી ટેન્કમાં પડી જવાથી યુવાનનું મોત થતાં કારખાનના જવાબદાર માણસો સામે ગુનો નોંધાયો


SHARE







મોરબી નજીક સેફ્ટી ટેન્કમાં પડી જવાથી યુવાનનું મોત થતાં કારખાનના જવાબદાર માણસો સામે ગુનો નોંધાયો

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ગાળા ગામ નજીક સિરામિક કારખાનામાં કોઈ પણ પ્રકારના સેફટી કે સલામતીના સાધનો આપ્યા વગર સેફ્ટી ટેન્કમાંથી ગંદુ પાણી ભરાવી પાણી ટેન્કરથી ખાલી કરતા હતા દરમિયાન સેફટી ટેન્કમાં પડી જવાના કારણે યુવાનનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ કારખાનાના જવાબદાર વ્યક્તિઓ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના રહેવાસી અને હાલમાં રાજકોટ ખાતે આવેલ રામાપીર ચોકડી 150 ફૂટ રીંગ રોડ પાસે શાસ્ત્રીનગર શેરી નં-11 માં રહેતા જયંતીભાઇ દુદાભાઇ લઢેર (55) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગ્રેસર્ટ સીરામીક કારખાના જવાબદાર માણસો સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, ગત તા. 15/3 ના રોજ બપોરના 4:30 વાગ્યાના અરસામાં મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ગાળા ગામ નજીક એડીકો સીરામીક કારખાનાની અંદર કોઈપણ પ્રકારના સેફટી કે સલામતીના સાધનો આપ્યા વગર ગ્રેસર્ટ સીરામીક કારખાનાની સેફટી ટેન્કમાંથી ગંદુ પાણી ભરાવી અડીકોન સીરામીક કારખાનાની સેફટી ટેન્કમાં ગંદુ પાણી ટેન્કરથી ખાલી કરાવતા હતા દરમિયાન સેફટી ટેન્કમાં પડી જવાના કારણે ફરિયાદીના દીકરા અજય જયંતીભાઈ લઢેર (25) નું મોત નીપજયું હતું જેથી આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News