મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીની રામકૃષ્ણનગર સોસાયટીમાં ઘરમાંથી 13 બોટલ દારૂ સાથે આરોપીની ધરપકડ


SHARE







મોરબીની રામકૃષ્ણનગર સોસાયટીમાં ઘરમાંથી 13 બોટલ દારૂ સાથે આરોપીની ધરપકડ

મોરબીની રામકૃષ્ણનગર સોસાયટીમાં રહેણાક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 13 બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દારૂના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીની રામકૃષ્ણનગર સોસાયટમાં મકાન નંબર એન-માં દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 13 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 7,335 રૂપિયાની કિંમતનો દારૂનો જતો કબજે કર્યો હતો અને આરોપી યોગેશભાઈ રાજેશભાઈ નિમાવત (20) રહે. રામકૃષ્ણનગર એન-7 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં આગળની તપાસ ચાલી રહી છે

દેશી દારૂ

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ શક્તિપરા વૈભવ હોટલની સામેના ભાગમાં રહેણાંક મકાનમાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 45 લિટર દારૂનો જથ્થો મળી આવતા પોલીસે 9000 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને મહિલા બુટલેગર શોભનાબેન નવઘણભાઈ મીરપરા (37) રહે. લખધીરપુર રોડ શક્તિપરા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેમણે આ દારૂનો જથ્થો વિજયભાઈ કોળી રહે. નળખંભા તાલુકો થાન વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવતા પોલીસે બંનેની સામે ગુનો નોંધ્યો છે અને વિજય કોળીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.






Latest News