મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી અર્થપૂર્ણ રીતે કરાઈ


SHARE







મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી અર્થપૂર્ણ રીતે કરાઈ

મોરબીના લોકોને કોઈપણ સમયે ઇમરજન્સી રક્ત પૂરું પાડતું અને મોરબીની દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં તેમની સાથે રહીને અનેક સેવાઓ માટે ચર્ચા મા રહેતું મોરબીનું યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા વિશ્વ મહિલા દિવસ જ્યારે આખું વિશ્વ અનેક રીતે મહિલા દિવસની ઉજવણી કરી રહ્યું છે અને મુખ્યત્વે આ દિવસે, જ્યારે લોકો ફક્ત સફળ મહિલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ત્યારે યુવા શક્તિ ફાઉન્ડેશનની મહિલા સભ્યોએ દર વર્ષની જેમ મોરબીની જરૂરિયાતમંદ મહિલાઓ સાથે આ ખાસ મહિલા દિવસની ઉજવણી કરવાનું આયોજન કર્યું હતું, જે અંતર્ગત મોરબી મહાનગરપાલિકામાં કાર્યરત 35 થી વધુ મહિલા સફાઈ કર્મચારીઓ, જેમણે આપણા મોરબીના તમામ મુખ્ય રસ્તાઓને સ્વચ્છ અને સુંદર રાખવામાં મોટો ફાળો આપ્યો છે, તેમને ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેના માટે તેઓ ખૂબ જ ખુશ થયા હતા અને આવા ખાસ દિવસે તેમને યાદ કરવા બદલ યુવા શક્તિ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News