વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખીરઇ ગામે પોલીસ ઉપર હુમલો કરનાર બુટલેગર સામે હથિયાર-દારૂના વધુ ચાર ગુના નોંધાયા: 2.17 લાખથી વધુનો મુદામાલ કબજે


SHARE











માળીયા (મી)ના ખીરઇ ગામે પોલીસ ઉપર હુમલો કરનાર બુટલેગર સામે હથિયાર-દારૂના વધુ ચાર ગુના નોંધાયા: 2.17 લાખથી વધુનો મુદામાલ કબજે

માળીયા મીયાણા તાલુકાના ખીરઇ ગામે પોલીસ રેડ કરવા માટે ગઈ હતી ત્યારે પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જે બનાવ બાદ આરોપીના ઘરની જડતી લેવામાં આવી હતી ત્યારે ઘર પાસેથી ફરસી, ધારિયું પાંચ છરીઓ અને દેશી દારૂ તેમજ ગામની સીમમાં જુદીજુદી બે જગ્યાએથી દેશી દારૂની આરોપીની ભઠ્ઠી ઝડપાઇ હતી જેથી પોલીસે જુદાજુદા ત્રણ ગુના નોંધીને આ ગુનામાં આરોપીની ધરપકડ કરેલ છે.

માળિયા તાલુકાના ખીરઇ ગામે ગત બુધવારે સાંજે સ્થાનિક પોલીસ ઇકબાલ ઉર્ફે ઇકો મોવરના ઘરે દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂ અને આરોપીને પકડીને પોલીસ પછી આવી રહી હતી ત્યારે આરોપી અને મુદામાલને છોડાવવા માટે આરોપીના પરિવારજનો દ્વારા પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને આ બનાવવા 6 પોલીસ કર્મચારીઓને ઇજા થઈ હતી જેથી તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા તેમજ પોલીસના વાહન ઉપર પથ્થર મારો કરીને વાહનમાં પણ નુકસાની કરવામાં આવી હતી જેથી પોલીસ દ્વારા ત્યાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું ત્યારે આરોપીના ઘર પાસેથી પોલીસે લાકડાના ધોકામાં ફીટ કરેલ એક ફરસી, ચાર છરીઓ, લોખંડના પાઇપમાં ફિટ કરેલ ધાર્યું વગેરે જેવા હથિયારો કબજે કર્યા હતા અને આ સંદર્ભે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઇકબાલ મોવર સામે વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે અને આ ગુનામાં આરોપી ઇકબાલ ઉર્ફે ઇકો હાજીભાઈ મોવર (40) રહે. ખીરઇ તાલુકો માળીયા વાળાની ધરપકડ કરી છે

આ ઉપરાંત પોલીસ દ્વારા જ્યારે આરોપી ઈકબાલ ઉર્ફે ઇકો હાજીભાઇ મોવરના ઘરની જડતી લેવામાં આવી હતી ત્યારે તેના ઘરમાંથી જુદા જુદા ત્રણ બેરલમાં 50 લિટર દેશી દારૂનો જથ્થો તથા દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 10 બ્બા ગોળ, 1.11 લાખ રૂપિયાની રોકડ, પાંચ બાઈક તથા ઇસ્ટ (લાટો) છ બોક્સ આમ કુલ મળીને 2,07,060 નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો તથા ખીરઈ ગામની સીમમાં ઇકબાલ ઉર્ફે ઇકોની સિમ વિસ્તારમાં અને પાવર હાઉસની પાછળના ભાગમાં દેશી દારૂની જુદીજુદી બે ભઠ્ઠી ચાલુ હતી ત્યા પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે બંને સ્થળ ઉપરથી કુલ મળીને પોલીસે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 400 લિટર આથો જેની કુલ કિંમત 10 હજારનો મુદામાલ કબજે કર્યો હતો અને ઇકબાલ મોવરની સામે માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દારૂના જુદાજુદા ત્રણ ગુના નોંધવામાં આવ્યા હતા અને તે ત્રણેય ગુનામાં તેની ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News