મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીના નવા ધરમપુર પાસે જેસીબીના ચાલકે ક્રેટા ગાડીને હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં


SHARE











મોરબીના નવા ધરમપુર પાસે જેસીબીના ચાલકે ક્રેટા ગાડીને હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં

મોરબીના નવા ધરમપુર ગામથી આગળ હનુમાનજીના મંદિર પાસેથી જેસીબીના ચાલકે ક્રેટા ગાડીને હડફેટે લીધી હતી જેથી કરીને ગાડી લઈને જઈ રહેલા વૃદ્ધને શરીરે ઇજાઓ થયેલ હતી માટે તેઓને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાર બાદ વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે જેસીબીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવા ધરમપુર ગામથી આગળ હનુમાનજીના મંદિર પાસેથી જુના ધરમપુર ગામે રહેતા નાનજીભાઈ ખાનાભાઈ વાલેરા (64) નામના વૃદ્ધ પોતાના હવાલા વાળી ક્રેટા ગાડી નંબર જીજે 36 એફ 9313 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે જેસીબી નંબર જીજે 4 એપી 0105 ના ચાલકે તેઓની ક્રેટા ગાડીને હડફેટે લીધી હતી જેથી અકસ્માત થયો હતો અને આ બનાવમાં નાનજીભાઈ વાલેરાને જમણા પગમાં તથા પાંસળીના ભાગે ફ્રેક્ચર જેવી ઈજા થયેલ છે અને શરીરને નાના મોટી ઈજા થહોવાથી તેઓને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ તેમણે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે જેસીબીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે અને આ અંગેની આગળની વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે

વરલી જુગાર

માળીયા મીયાણામાં સરકારી હોસ્પિટલની પાછળના ભાગમાં જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગારના આંકડા લેતા કાદરભાઈ આમદભાઈ સોતા (47) રહે. સોનાપુરીની બાજુમાં વવાણીયા ગામ તાલુકો માળીયા મીયાણા વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી 350 રૂપિયાની રોકડ કબજે કરીને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે






Latest News