મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડે ઓવરબ્રિજ નીચે પાર્ક કરેલા બાઇકની ચોરી


SHARE







મોરબીના નવલખી રોડે ઓવરબ્રિજ નીચે પાર્ક કરેલા બાઇકની ચોરી

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ઓવરબ્રિજ નીચેના ભાગમાં આધેડે પોતાનું બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવે છે જેથી ભોગ બનેલ આધેડે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ગામ નજીક આવેલ શક્તિ ટાઉનશિપમાં તુલસી બી એપાર્ટમેન્ટ બ્લોક નં-802 માં રહેતા સુરેશભાઈ રામજીભાઈ જાવિયા (53)એ અજાણ્યા શખ્સની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ઓવરબ્રિજ નીચેના ભાગમાં તેમને પોતાનું બાઈક નંબર જીજે 3 ડીએચ 6100 પાર્ક કરીને મૂક્યું હતું જે બાઇકની કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવે છે જેથી 15,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની હાલમાં આધેડે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાહેરનામાનો ભંગ

મોરબીના લખાધીરપુર રોડ ઉપર આવેલ ફ્રીટો નામનું ગોડાઉન અન્ય વ્યક્તિને ભાડે આપવામાં આવ્યું હતું જો કે તેની માહિતી પોલીસને આપવામાં આવી ન હતી જેથી કરીને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગોડાઉનના કબજા ભોગવટેદાર મનીષભાઈ મનસુખભાઈ લકુમ (36) રહે. માધાપર શેરી નં-૧૩ મોરબી વાળા સામે જાહેરનામા ભાંગનો ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News