મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના અમરનગર ગામેથી ગાયોને હાંકીને લઈ જતાં સગીર સહિતના બે વ્યક્તિને પકડીને ગામના લોકોએ પોલીસ હવાલે કર્યા​​​​​​​ 


SHARE







મોરબીના અમરનગર ગામેથી ગાયોને હાંકીને લઈ જતાં સગીર સહિતના બે વ્યક્તિને પકડીને ગામના લોકોએ પોલીસ હવાલે કર્યા 

મોરબીના અમરનગર ગામેથી ગાયોને હાંકી જતાં બે વ્યક્તિને ગામના લોકો દ્વારા પકડવામાં આવ્યા હતા અને તેની ગામના લોકોએ પૂછપરછ કરી હતી ત્યારે તે બંને અગાઉ ત્રણ ગાયોને હાંકી ગયા હોવાનું કબૂલ્યું હતું જેથી કરીને ગામના લોકોએ આ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા બે પૈકીનો એક વ્યક્તિ સગીર હોય તેની પૂછપરછ કરીને તેને તેના વાલીને હવાલે કરવામાં આવેલ છે અને આ બાબતે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લામાં થોડા સમય પહેલા માલધારીઓએ ચરાવવા માટે થઈને આપેલી ગાયોમાંથી મોટી સંખ્યામાં ગાયોની કતલ કરવામાં આવી હોય તેવી વિગતો સામે આવી હતી અને ત્યારબાદ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક આમ કુલ મળીને ત્રણ ફરિયાદો નોંધાઈ હતી તેવામાં મોરબી તાલુકાના અમરનગર ગામે બે વ્યક્તિ ગાયોને હાંકી જતા હતા ત્યારે ગામના લોકો દ્વારા તે બંનેને પકડવામાં આવ્યા હતા અને તેની આગવી ઢબે ગામના લોકોપૂછપરછ કરી હતી ત્યારે અગાઉ ત્રણ ગાયોને પકડાયેલા બે વ્યક્તિ હાકી ગયા હોવાનું તેમણે ગામના લોકોની સમક્ષ કબુલ કયું હતું અને બીજી વખત તેઓ ગાયોને હાંકી જવા માટે થઈને આવેલ હતા ત્યારે ગામના લોકોએ તેને પકડીને પોલીસને આ અંગેની જાણ કરી હતી જેથી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લોકોએ પકડેલા બે વ્યક્તિને સાથે લઈ ગઈ હતી અને પૂછપરછ દરમિયાન બે પૈકીનો એક વ્યક્તિ સગીર હોવાનું સામે આવતા તેની પૂછપરછ કરીને તેને તેના વાલી હવાલે સોંપવામાં આવેલ છે અને પોલીસ દ્વારા આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જોકે, આ બનાવ સંદર્ભે હજુ સુધી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કોઈ પોલીસ ફરિયાદ નોંધાયેલ નથી.

ફિનાઇલ પી લેતા સારવારમાં

મકનસર પાસે આવેલ ગોકુલનગરમાં રહેતા પરમાર મુકેશભાઈ ડાયાભાઈ (45) નામના યુવાને જીઆઇડીસી પાસે આવેલ શીતળા માતાના મંદિર નજીક ફિનાઇલ પી લીધું હતું જેથી તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News