ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાની ટીમે રવાપર રોડ-અવની ચોકડી પાસેથી દબાણ હટાવ્યા


SHARE







મોરબી મહાપાલિકાની ટીમે રવાપર રોડ-અવની ચોકડી પાસેથી દબાણ હટાવ્યા

મોરબીના જુદાજુદા માર્ગોની આસપાસમાં છેલ્લા ઘણા વર્ષોથી દબાણો હતા જો કે, તેને કોઈ દૂર કરી રહ્યું ન હતું પરંતુ મોરબી મહાપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી મોરબીમાં રોડની આજુબાજુના દબાનોને દૂર કરવામાં આવે છે અને તેમાં કાચા પાકા કોઈપના પ્રકારના દબાણ હોય તો તેને કોઇની પણ શરમ રાખ્યા વગર દૂર કરવામાં આવે છે તેવામાં મહાપાલિકાની ટિમ મોરબીના રવાપર રોડે આવેલ બાપા સીતારામ ચોક અને અવની ચોકડી પાસે પહોચી હતી અને ત્યાં રોડની બાજુમાં જે લારી વાળા દબાણ કરીને ઊભા હતા તેને હટાવવામાં આવ્યા હતા અને મોરબી મહાપાલિકાની દબાણ હટાવ શાખામાંથી મળી રહેલ માહિતી મુજબ બાપા સીતારામ ચોક અને અવની ચોકડી પાસે જે શાકભાજી સહિતની લારીઓ રાખવામા આવી રહી હતી તેવી 30 જેટલી લારીઓને ત્યાંથી હટાવવામાં આવેલ છે. અને તેઓને લારી ફરી પછી ત્યાં ન રાખવા માટેની તાકીદ કરેલ છે અને અને આ ઝુંબેશ દરમ્યાન કુલ મળીને 3200 રૂપિયા જેટલો દંડ જુદાજુદા લોકો પાસેથી વસૂલ પણ કરવામાં આવેલ છે.






Latest News