ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબી શિશુમંદિરના વિદ્યાર્થીઓ દ્વારા શેરી નાટકો યોજાયા


SHARE







મોરબી શિશુમંદિરના વિદ્યાર્થીઓ દ્વારા શેરી નાટકો યોજાયા

વિદ્યાભારતી સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર દ્વારા માતૃભાષા ગૌરવદિન નિમિત્તે શેરીનાટકોનું આયોજન કરવામાં આવ્યું હતું. અને સમાજમાં માતૃભાષાનું મહત્વ વધે, તેનું ગૌરવ જળવાય, માતૃભાષાની સમૃદ્ધિ વધે અને સમાજમાં માતૃભાષાના માધ્યમથી શિક્ષણની સમજણ વધે તે હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને પટેલનગર, અવધ સોસાયટી, અવની ચોકડી, ઉમા ટાઉનશીપ (સામા કાંઠે), ચંદ્રેશનગર જેવા સાત વિસ્તારોમાં વિદ્યાર્થીઓ દ્વારા શેરીનાટકો કર્યા હતા જેમાં વિદ્યાર્થીઓએ વક્તવ્ય, નાટક, સમૂહગીત તથા તળપદી ભાષામાં સંચાલન દ્વારા માતૃભાષાના મહત્વને ઉજાગર કર્યું હતું અને આ કાર્યક્રમમાં ૧૬૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ખાસ કરીને પ્રચારપ્રસારથી લઈને માઈક, લાઈટ, ખુરશીઓ, પાથરણા જેવી પ્રાથમિક વ્યવસ્થાઓ  ઊભી કરવામાં વિદ્યાલયના વાલીઓએ જહેમત ઉઠાવી હતી.






Latest News