ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

માળીયા (મિ.) પશુ હોસ્પિટલના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે સીએમને રજૂઆત


SHARE







માળીયા (મિ.) પશુ હોસ્પિટલના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે સીએમને રજૂઆત

માળીયા (મી) શહેરમાં 62.62 કરોડના ખર્ચે પશુ હોસ્પિટલ પુનઃનિર્માણની કામગીરી કરવામાં આવેલ છે અને તેમાં હલકી ગુણવત્તાનો માલ ઉપયોગમાં લેવામાં આવેલ છે ત્યારે આ કામમાં ભ્રષ્ટાચાર થયેલ હોવાથી તેની તપાસ માટે માળીયા શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ દ્વારા સીએમને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે.

માળીયા શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ તૈયબભાઈ જુસબભાઈ જેડા દ્વારા સીએમને રજૂઆત કરવામાં આવી છે. કે, માળીયા (મી)માં 62.62 લાખના ખર્ચે બનાવવામાં આવેલ પશુ હોસ્પિટલની નવી બિલ્ડીંગના કામમાં હલકી ગુણવત્તાનો માલ વપરાયેલ છે. અને ભ્રષ્ટાચારના એંધાણ જોવા મળી રહ્યા છે. ત્યાં અત્યારથી જ ઠેર ઠેર પોપડા પડે છે, દરવાજા બંધ થતાં નથી તેમજ બિલ્ડીંગનું માર્ચ 2024માં કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. પરંતુ બિલ્ડીંગ ફર્નીશિંગ (લાઈટ ફિટિંગ, બારી દરવાજા, ગ્રીલ વર્ક વગેરે)ના કામો આજની તારીખે પણ ચાલી રહ્યા છે. અને આ બિલ્ડિંગમાં દરવાજા બંધ થતા નથી જેથી નાના મોટા સામાનની ત્યાંથી ચોરી પણ કરવામાં આવેલ છે.






Latest News