મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના અંજીયાસર ગામની સીમમાંથી દેશીદારૂ-આથો મળીને 1.70 લાખનો મુદામાલ કબજે: આરોપીની શોધખોળ


SHARE











માળીયા (મી)ના અંજીયાસર ગામની સીમમાંથી દેશીદારૂ-આથો મળીને 1.70 લાખનો મુદામાલ કબજે: આરોપીની શોધખોળ

માળીયા મીયાણા તાલુકા પોલીસની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે અંજીયાસર ગામની સીમમાંથી દારૂની રેડ કરી હતી તે સમયે સ્થળ ઉપરથી 350 લિટર દેશીદારૂ અને દેશીદારૂ બનાવવાનો 4000 લિટર આથો મળી આવેલ હતો જેથી કરીને 1.70 લાખનો મુદામાલ પોલીસે કબજે કરેલ છે અને આરોપી હાજર ન હોવાથી તેની સામે માળીયામાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

માળીયા (મી)ના પીઆઇ આર.સી.ગોહિલની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે તેવામાં ખાનગી હકીકત મળી હતી જેના આધારે માળીયા મીંયાણાના અંજીયાસર ગામની સીમમાં દારૂની રેડ કરી હતી ત્યારે અગાઉ દારૂના ગુનામાં પકડાયેલ સમીર હનીફભાઇ મોવર રહે. અંજીયાસર વાળાની દેશીદારૂ ઉતારવા વાળી જગ્યાએથી દેશીદારૂ સહિતનો મુદામાલ કબજે કર્યો હતો જેથી પોલીસે સ્થળ ઉપરથી 350 લીટર દેશીદારૂ તથા દેશી દારૂ બનાવવાનો આથો 4000 લીટર આમ કુલ મળીને 1.70 લાખનો મુદામાલ કબજે કર્યો હતો અને પોલીસે રેડ કરી હતી ત્યારે આરોપી હાજર ન હતો જેથી કરીને પોલીસે માળીયા ખાતે સમીર હનીફભાઇ મોવર રહે. અંજીયાસર વાળાની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.






Latest News