ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

હળવદના જૂના ધનાળા ગામ પાસે વાડીમાં બકરા ચરાવવાની ના પાડતાં યુવાન અને તેના ભાઈને બે શખ્સોએ માર માર્યો


SHARE











હળવદના જૂના ધનાળા ગામ પાસે વાડીમાં બકરા ચરાવવાની ના પાડતાં યુવાન અને તેના ભાઈને બે શખ્સોએ માર માર્યો

હળવદ તાલુકાના જૂના ધનાળા ગામ પાસે આવેલ ખેતરમાં યુવાને જીરુંના પાકનું વાવેતર કર્યું હતું અને ત્યાં બકરા ચરાવવા માટે આવેલા બે શખ્સોને બકરા ચરાવવાની ના પડી હતી જે તેને સારું લાગ્યું ન હતું જેથી તે બંને શખ્સોએ યુવાન અને તેના ભાઈને ઢીકાપાટુ અને લાકડી વડે મારમાર્યો હતો તેમજ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા હરજીવનભાઈ શામજીભાઈ મકવાણા (47)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગૌતમભાઈ કરણાભાઈ રબારી અને વરવીતભાઈ ઉર્ફે વનીયો અમરાભાઇ રબારી રહે. બંને મયુરનગર તાલુકો હળવદ વાળા સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, હળવદ તાલુકાના જુના ધનાળા ગામની સીમમાં ફરિયાદીની વાડીએ તેના નાના ભાઈ વિષ્ણુભાઈ શામજીભાઈ મકવાણાએ જીરુના પાકનું વાવેતર કર્યું છે અને આ બંને આરોપીઓ બકરા ચરાવતા હોય બકરા ચરાવવાની તેને ના પાડતા આરોપીઓને સારું લાગ્યું ન હતું અને ગૌતમભાઈ રબારીએ પોતાના હાથમાં રહેલ લાકડી વડે ફરિયાદીને માથામાં મારમાર્યો હતો અને બંને આરોપીઓએ ફરિયાદીને ઢીકાપાટુનો માર મારીને ઇજા કરી હતી તેમજ ફરિયાદીના નાનાભાઈ વિષ્ણુભાઈને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી છે જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાહનમાં નુકશાન

મૂળ બિહારના રહેવાસી અને હાલમાં કચ્છ ભુજ જિલ્લામાં મુન્દ્રા ખાતે રહેતા અનિલસિંહ શ્રીભુવલસિંહ ચંદ્રવંશી (29)એ ટ્રેલર નં. એનએલ 1 એજે 3884 ના ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે માળિયા પોલીસ સ્ટેશન નજીક રોડ ઉપરથી આરોપી પોતાના હવાલા વાળું વાહન લઈને જઈ રહ્યો હતો ત્યારે રોડ ઉપર લગાવેલ લોખંડની એંગલ સાથે તેણે પોતાનું વાહન અથડાવ્યું હતું જેથી લોખંડની એંગલ ફરિયાદીના ટ્રેલર નંબર જીજે 12 બીઝેડ 7046 ઉપર પડતા તેના ટ્રેલરની કેબિને ટોટલ લોસ થઈ ગયેલ છે અને અકસ્માત થયો છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News