ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

હળવદના ડુંગરપુર ગામે વાડીએ આવવાની ના પાડતાં યુવાનને એક શખ્સે કાન ઉપર બચકું ભરી લીધું !: મારી નાખવાની ધમકી


SHARE











હળવદના ડુંગરપુર ગામે વાડીએ આવવાની ના પાડતાં યુવાનને એક શખ્સે કાન ઉપર બચકું ભરી લીધું !: મારી નાખવાની ધમકી

હળવદ તાલુકાના ડુંગરપુર ગામની સીમમાં આવેલ વાડીએ ન આવવા માટે થઈને તે જ ગામના રહેવાસી એક શખ્સને ના પાડી હતી જે બાબતનો ખારાખીને યુવાનને ઢીકાપાટુનો મારમાર્યો હતો તેમજ જમણા કા ઉપર બચકું ભરી લીધું હતું અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી યુવાને સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ડુંગરપુર ગામે રહેતા રવિભાઈ કાળુભાઈ દલસાણીયા (28)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જીવાભાઇ અરજણભાઈ આકરિયા રહે. ડુંગરપુર તાલુકો હળવદ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, મોરબી તાલુકાના લધીરપુર ગામે રહેતા ફરિયાદીના મિત્ર હસમુખભાઈ જાદવની ડુંગરપુર ગામની સીમમાં વાડી આવેલ છે અને તે વાડીએ જીવાભાઇને આવવાની ફરિયાદીએ ના કહી હતી. જે તેને સારું નહીં લાગતા આરોપીએ ફરિયાદી યુવાનને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ તેના જમણા કામ ઉપર બચકૂ ભરીને કાન ઉપર ઇજા કરી હતી અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળથી કાર્યવાહી હાથ ધરી છે.






Latest News