મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં આર.ટી.ઈ. ના ફોર્મ ભરી આપવા માટે યંગ ઈન્ડિયા ગ્રૂપનું આયોજન


SHARE







મોરબીમાં આર.ટી.ઈ. ના ફોર્મ ભરી આપવા માટે યંગ ઈન્ડિયા ગ્રૂપનું આયોજન

મોરબીના યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા ગરીબ, વંચિત અને જરૂરિયાતમંદ બાળકોના આર.ટી.ઈ. ના ફોર્મ વિનામૂલ્યે ભરી આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીમાં રવાપર રોડે આવેલ લવકુશ કોમ્પ્લેક્ષમાં ડી.આર. સિક્યોરિટીની ઓફિસે આ ફોર્મ ભરી આપવામાં આવશે.

ગુજરાત સરકાર દ્વારા RTE  Act.  હેઠળ વર્ષ ૨૦૨૫-૨૬ માં ધો.૧ માં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ યોજના હેઠળ ખાનગી સ્કૂલમાં શિક્ષણ ફિ ભરવાની થતી નથી. તદ્ઉપરાંત યુનિફોર્મ, પુસ્તકો, સ્કૂલબેગ વગેરેનો ખર્ચ સરકાર દ્વારા તેના બેંક ખાતામાં જમા થાય છે. માટેની યોજનાનો લાભ લેવા ઇચ્છતા સમાજના જરૂરિયાતમંદ બંધુઓએ જરૂરી ડોક્યુમેન્ટ સાથે ફોર્મ ૨૮/૦૨ થી ૧૨/૦૩ સુધીમાં ઓનલાઇન ભરી દેવાના છે. ત્યારે મોરબીમાં યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા મોરબીના રવાપર રોડે આવેલ લવકુશ કોમ્પ્લેક્ષમાં આવેલ ડી.આર. સિક્યોરિટીની ઓફિસે સાંજે ૮:૦૦ થી ૧૦:૦૦ દરમ્યાન ભરી આપવામાં આવશે અને વધુ માહિતી માટે દિલીપ દલસાણીયા (મો. ૮૦૦૦૮૨૭૫૭૭)નો  સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.

આ ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટસ્ (બધા ડોક્યુમેન્ટ્સ ઓરીજીનલ લાવવા) વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઈઝ ફોટો, વિદ્યાર્થીનો જન્મનો દાખલો, રહેઠાણનો પુરાવો (લાઇટબીલ, રેશન કાર્ડ, વાલીનું જાતિનું પ્રમાણપત્ર, વાલીનો આવકનો દાખલો (મામલતદારનો જેમાં ગ્રામ્ય વિસ્તાર માટે ૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તાર માટે ૧,૫૦,૦૦૦ સુધીની મર્યાદા છે), પાનકાર્ડ, આવક અંગેનું એકરારનામું, વિદ્યાર્થીનું આધાર કાર્ડ, વાલીનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુક આ સિવાય અમુક કેટેગરીમાં સરકારે પ્રવેશ માટે અગ્રીમતા આપી છે જેના ડોક્યુમેન્ટસ જેતે કેટેગરી વાઈઝ આવશે






Latest News