ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબી મહાનગરપાલિકા દ્વારા કેસરબાગ લાઇબ્રેરી અને કેસરબાગનું નવનિર્માણ કાર્ય હાથ ધરાયું


SHARE











મોરબી મહાનગરપાલિકા દ્વારા કેસરબાગ લાઇબ્રેરી અને કેસરબાગનું નવનિર્માણ કાર્ય હાથ ધરાયું


નવનિર્માણ થયા બાદ મોરબીવાસીઓ લાઇબ્રેરી સેવાનો મહત્તમ લાભ મેળવે તેમ મનપા તંત્રએ અનુરોધ કર્યો

મોરબી મહાનગરપાલિકા દ્વારા શાકમાર્કેટ અને કેસરબાગ ખાતે લાઈબ્રેરીનું સંચાલન કરવામાં આવે છે.જેમાં મોરબી-૨ માં આવેલ કેસરબાગ લાઈબ્રેરીમાં અત્યારે રેનોવેશનની કામગીરી ચાલી રહી છે. લાઈબ્રેરીની બહારની સાઈડ અને અંદરની સાઈડ પ્લાસ્ટર તેમજ લાઈબ્રેરીની અંદરની ડબલ ચાર્જ ટાઈલ્સ, ધાબા પર ચાઈના મોઝેકનું કામ ચાલી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે હાલમાં બંને લાઇબ્રેરીનો સમય સવારના ૮ થી બપોરના ૧૨ કલાક સુધીનો રહેશે.તેમજ સાંજના ૪ થી ૭ સુધીનો રહેશે. તેમજ લાઇબ્રેરીનું વાર્ષિક લવાજમ રૂ.૧૦૦ જેટલું રહેશે.

આ ઉપરાંત હાલમાં કેસરબાગમાં અન્ય જનરલ રેનોવેશનનું કામ જેમ કે કબિંગનું પ્લાસ્ટર વર્ક, ખરાબ બાંકડાનું રીપેરીંગ કામ, ગેટ રેનોવેશન, પેવર બ્લોક રીપેરીંગનું કામ તેમજ કમ્પાઉન્ડ વોલનું રીપેરીંગ કામ ચાલી રહ્યું છે.મોરબી શહેરની જાહેર જનતા લાઇબ્રેરીનો મહત્તમ ઉપયોગ કરે, મોરબી મહાનગરપાલિકાને લાઇબ્રેરી માટે મહત્તમ લવાજમ મળે જેથી લાઇબ્રેરીનો વધુ વિકાસ થાય, મોરબીની જનતા લાઇબ્રેરીના પુસ્તકનો વધુ ઉપયોગ કરે તેમ મહાનગરપાલિકા તંત્ર દ્વારા તમામ નગરજનોને અપીલ કરવામાં આવી છે. તેમ નાયબ કમિશનર મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






Latest News