મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના પીપળી રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત


SHARE







મોરબીના પીપળી રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત

મોરબીના જેતપર-પીપળી રોડ ઉપર ગઈકાલે બપોરના બારેક વાગ્યાના અરસામાં બાઈક લઈને જતા યુવાનનું બાઇક રસ્તામાં સ્લીપ થઈ ગયુ હતુ જેથી રોડ ઉપર પટકાતા યુવાનને માથા તથા શરીરે થયેલ ઇજાઓના પગલે યુવાનનું મોત નિપજયુ હતું અને બનાવની જાણ થતા હાલ તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા ઇન્દિરાનગરમાં રહેતા ખોડાભાઈ મલાભાઇ નંદેસરીયા નામનો ૪૫ વર્ષનો યુવાન બાઈક લઈને મોરબીના જેતપર-પીપળી રોડ ઉપરથી જતો હતો ત્યાં રસ્તામાં તેનું બાઇક સ્લીપ થઈ ગયુ હતુ.જેથી તે રોડ ઉપર પટકાતા માથા અને શરીરના ભાગે થયેલ ઇજાઓના પગલે ખોડાભાઈ નંદેસરિયા નામના યુવાનનું મોત નીપજ્યું હતું અને ડેડબોડીને સિવિલ ખાતે લાવવામાં આવતા હોસ્પિટલ દ્રારા પોલીસને જાણ કરવામાં આવેલ હોય હાલ તાલુકા પોલીસ મથકના નેહલબેન ખડીયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં પાંચને ઇજા

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે માળિયા નજીક કાર અને ટ્રક અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમા માળીયા મીંયાણા તાલુકાના મોટા દહીંસરા ગામના ઉદય વિનોદભાઈ, મોહિત ધનજીભાઈ, હંસરાજભાઈ દિનેશભાઈ, સાગર પ્રભાતભાઈ અને હરદેવ લાલજીભાઈ નામના પાંચ લોકોને ઈજા થતાં પાંચયને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે મોરબી એ ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરી બનાવ સંદર્ભે આગળની તપાસ માટે માળિયા પોલીસને જાણ કરવામાં આવી હતી.જ્યારે મોરબી નવલખી હાઇવે ઉપર આવેલ પીપળીયા ચોકડીથી માળીયા જતા રસ્તે બેંક ઓફ બરોડા નજીક બાઇક સ્લીપ થઈ જવાનો અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં જયદીપ પ્રભાતભાઈ ચાવડા (૨૯) રહે.મોટી બરાર તા.માળીયા ને ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.બનાવની હોસ્પિટલમાંથી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના જીલુભાઈ ગોગરા દ્વારા આ બનાવની નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

બે સારવારમાં

મોરબીના જેતપર પીપળી રોડ ઉપર આવેલ લોર્ડ્સ ઇન હોટલ સામે કાર અને બાઈક વચ્ચે અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં લોકેશ મયુરલાલ રાજગોર (૨૦) રહે.ઉદયપુર રાજસ્થાન અને નિશાંત દિલીપભાઈ નટ (૨૫) રહે.એફિલ સીરામીક પાસે મોરબી વાળાઓને ઈજા થતા બંનેને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામની પાસે આવેલ વિવાન્ટા સિરામિક પાસે બાઈક સ્લીપ થઈ જવાનો અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં ઘુંટુ ગામના રમણીકભાઈ નરભેમભાઈ સોરીયા નામના ૫૧ વર્ષના આધેડને ઇજાઓ થતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.






Latest News