મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનને 30 ટકા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી: જાનથી મારી નાખવાની ધમકી


SHARE







મોરબીમાં યુવાનને 30 ટકા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી: જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના નાની વાવડી રોડ ઉપર બાપા સીતારામની મઢુલી પાસે આવેલ ભક્તિનગરમાં રહેતા યુવાને 30 ટકા વ્યાજે રૂપિયા લીધા હતા જેની સામે અમુક રકમ ચૂકવી હોવા છતાં પણ 1.70 લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી તેની પાસેથી કરવામાં આવી રહી હતી અને તેને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રોડ ઉપર આવેલ બાપાસીતારામની મઢુલી પાસે ભક્તિનગરમાં રહેતા હર્ષદભાઈ મનુભાઈ કંઝારીયા (28)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કૃણાલ શાહ રહે. કાલિકા પ્લોટ દરગાહ પાસે મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તે વાવડી રોડ થી પંચાસર રોડ તરફ જવાના કાચા રસ્તે અભિનવ સ્કૂલ પાસેથી પસાર થયો હતો ત્યારે આરોપી કૃણાલ શાહ પાસેથી અગાઉ તેને એક લાખ રૂપિયા 30 ટકાના વ્યાજ લેખે લીધા હતા જેની સામે આરોપીને વ્યાજ પેટે 70,000 રૂપિયા આપેલ છે છતાં પણ તેની પાસેથી 1.70 લાખની માંગણી કરી બળજબરીપૂર્વક તેની પાસેથી રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી હતી તથા ગાળો બોલીને જાનથી મારી નાખવાની તેને ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ એ ડિવિઝનના પીએસઆઇ એન.એ.ગઢવી ચલાવી રહ્યા છે

જાહેરનામાં ભંગનો ગુનો નોંધાયો

વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામની સીમમાં આવેલ રામકૃષ્ણ એન્ટરપ્રાઇ ટ્રેડિંગમાં કામ કરતાં શ્રમિકોની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવી ન હતી જેથી જાહેરનામાનો ટ્રેડિંગના સંચાલક કમલેશભાઈ પ્રભુભાઈ મોકાસણા રહે. આસોપાલવ સોસાયટી બોની પાર્ક પાછળ આસોપાલવ-602 રવાપર મોરબી વાળા સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News