મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબી નજીક વિનાયક માર્કેટિંગ નામની દુકાનમાંથી 58 બોટલો દારૂ સાથે વેપારીની ધરપકડ


SHARE







મોરબી નજીક વિનાયક માર્કેટિંગ નામની દુકાનમાંથી 58 બોટલો દારૂ સાથે વેપારીની ધરપકડ

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ વિનાયક માર્કેટિંગ નામની દુકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 58 બોટલો મળી આવતા પોલીસે 36,482 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ વિશાલ ફર્નિચર પાસે વિનાયક માર્કેટિંગ નામની આકાશભાઈ પટેલની દુકાનમાં દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 58 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 36,482 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી આકાશભાઈ ધનજીભાઈ પટેલ (30) રહે. રવાપર રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

18 બોટલ દારૂ સાથે એક પકડાયો, એકની શોધખોળ

મોરબીના રામકૃષ્ણનગર મેન રોડ ઉપર શેરીમાંથી પસાર થતાં શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી અલગ અલગ બ્રાન્ડની દારૂની નાની મોટી 18 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 4898 ની કિંમત નો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી જયદીપભાઇ રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ મકવાણા (20) રહે. રામકૃષ્ણનગર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેને આ દારૂનો જથ્થો સુરેશભાઈ ભુપતભાઈ રાઠોડ રહે. ભાગ્યલક્ષ્મી સોસાયટી મોરબી વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી આ બંને શખ્સની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને આરોપી સુરેશભાઈ રાઠોડને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.






Latest News