મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ


SHARE







મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ

મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ ન્યુ બાબા રામદેવ હોટલ સામેથી પસાર થઈ રહેલ ઇકો ગાડીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તેમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની 72 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ગાડી અને દારૂ મરીને 3,48,794 કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને એક શખ્સની ધરપકડ કરેલ હતી જો કે, મોરબીના એક શખ્સનું નામ સામે આવ્યું હોવાથી હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ગુનો નોંધાયો છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામની સીમમાં ન્યુ બાબા રામદેવ હોટલ સામેથી પસાર થઈ રહેલ ઇકો ગાડી નંબર જીજે 13 સીએ 1852 ને રોકીને ચેક કરવામાં આવી હતી ત્યારે તેમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ મળીને 72 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 48,794 રૂપિયાની કિંમતની દારૂની બોટલો તથા ત્રણ લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 3,48,794 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને આરોપી અલ્તાફભાઈ ઉર્ફે લાલો મુબારકભાઈ હિંગોળજા (24) રહે. માજી સૈનિક સોસાયટી કુડા ફાટક પાસે તાલુકો ધાંગધ્રા વાળાની ધરપકડ કરેલ છે. અને તેની પાસેથી સંદીપ બેચરભાઈ ચારહે. સોરડી મોરબી વાળાનું નામ સામે આવ્યું છે જેથી પોલીસે હાલમાં બંને શખ્સની સામે ગુનો નોંધીને બીજા શખ્સને પકડવા માટે તજવી શરૂ કરેલ છે






Latest News