મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીની પાવડિયારી કેનાલ નજીક ગંદા પાણીની ગટરમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો


SHARE







મોરબીની પાવડિયારી કેનાલ નજીક ગંદા પાણીની ગટરમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો

મોરબીના રંગપર ગામ પાસે આવેલ કારખાના લેબર કવાર્ટરમાં રહેતો યુવા પાવડિયારીની તરફ જઈ રહ્યો હતો દરમિયાન સાપર ગામની સીમમાં પાવડિયારી કેનાલ નજીક ગંદા પાણીની ગટરમાંથી ડૂબી ગયેલ હાલતમાં યુવાનોનો કોહવાઈ ગયેલ મૃત્યુ પામેલ હાલતમાં મળી આવ્યો હતો જેથી તેના મૃતદેને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકની સાથે રહેતા તેના સગા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં કેસવાનંદ મિનરલ નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો કૈલાશ ભટુભાઈ ડાવર (45) નામના યુવાનનો શાપર ગામની સીમમાં પાવળીયારી કેનાલ નજીક સિરામિક કારખાના સામે રોડની બાજુમાં ભરેલ ગંદા પાણીની ગટરમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વિશાલ કૈલાશભાઈ ડાવર (21) રહે. હાલ કેશવાનંદ મિનરલ કારખાનામાં લેબર કવાર્ટરમાં રંગપર મૂળ રહે. એમપી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં જાણવા મળતી માહિતી મુજબ ગત તા. 31/1 ના રોજ બપોરે 3:30 વાગ્યાના અરસામાં મૃતક યુવાન ઘરેથી પાવડીયારી જવા માટે નીકળ્યો હતો ત્યારબાદ ઘરે પરત આવ્યો ન હતો અને તેનો કોહવાઈ ગયેલ હાલતમાં ગટરના ગંદા પાણી ભરેલ જગ્યામાંથી મૃતદેહ મળી આવ્યો છે જેથી પોલીસે આ અંગેની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ જીલુભાઇ ગોગરા ચલાવી રહ્યા છે.






Latest News