મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

SMC ની રેડનો રેલો: મોરબી એ ડિવિઝનમાંથી એક PSI અને એક ASI સસ્પેન્ડ


SHARE







SMC ની રેડનો રેલો: મોરબી એ ડિવિઝનમાંથી એક PSI અને એક ASI સસ્પેન્ડ

મોરબીના  શનાળા ગામે ભૂમિ ગોડાઉનમા એસએમસીની ટીમે રેડ કરીને 17,514 દારૂની બોટલ સહિત કુલ મળીને 1.11 કરોડથી વધુના મુદામાલ સાથે 4 આરોપીની ધરપકડ કરેલ હતી ત્યાર બાદ મોરબી એ ડિવિઝનમાંથી એક પીએસઆઈ અને એક એએસઆઈ સસ્પેન્ડ કરવામાં આવેલ છે.

ગત માર્ચ માહિનામાં મોરબી તાલુકાના લાલપર ગામ પાસે સાન્વી ટ્રેડિંગ નામની ગોડાઉનમાં એસએમસીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને 1.51  કરોડ રૂપિયાનો દારૂ તેમજ બે ટ્રક, બે બોલેરો અને એક હોન્ડા સિટી કાર સહિત કુલ મળીને 2.20 કરોડનો મુદામાલ કબ્જે કરીને 10 આરોપીઓને પકડવામાં આવેલ હતા અને મુખ્ય સૂત્રધાર સહિત કુલ મળીને 21 આરોપીની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી જે ગુનામાં મોટાભાગના આરોપીઓને પકડવામાં આવેલ છે ત્યારે રાજ્યના પોલીસ વડા દ્વારા એલસીબી અને તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મોરબીના  શનાળા ગામે ભૂમિ ગોડાઉનમા એસએમસીની ટીમે રેડ કરીને 17,514 દારૂની બોટલ સહિત કુલ મળીને 1.11 કરોડથી વધુના મુદામાલ સાથે 4 આરોપીની ધરપકડ કરેલ હતી ત્યાર બાદ મોરબી એ ડિવિઝનમાંથી પીએસઆઈ એ વી પાતાળીયા અને એએસઆઈ પી બી ઝાલાને એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવેલ છે.

આવી જ રીતે ચાર દિવસ પહેલા ટંકારાના લજાઈ પાસે આવેલ એક નામ વગરના ગોડાઉનમાં રેડ કરી હતી ત્યારે 180 પેટી એટ્લે કે 2147 બોટલ કબજે કરી હતી અને 11,81,414 નો દારૂનો જથ્થો ગોડાઉનમાંથી મળી આવેલ હતો અને ગોડાઉન ભાડે રાખનાર અને માલ મંગાવનાર રાજસ્થાનની કમલેશકુમાર હનુમાનરામ નામના શખ્સની સામે તેમજ આ દારૂનો જથ્થો મોકલનાર સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ હતો જે ગુનામાં હજુ આરોપી પકડાયેલ નથી જો કે, એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા જે વિસ્તારમાં રેડ પડી હતી તે વિસ્તારના બીટ જમાદાર હેડ કોન્સટેબલ સાહિદભાઈ સીદીકીને સસ્પેન્ડ કરવામાં આવેલ છે.

 






Latest News