મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકામાં ચાર કાયમી કર્મચારીના સ્વૈચ્છિક રાજીનામાં પડ્યા, હજુ કેટલાક લાઇનમાં !


SHARE







મોરબી મહાપાલિકામાં ચાર કાયમી કર્મચારીના સ્વૈચ્છિક રાજીનામાં પડ્યા, હજુ કેટલાક લાઇનમાં !

નવરચિત મહાપાલિકા દ્વારા લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે થઈને ટ્રાફિક સહિતના મુદ્દાઓ ઉપ ધ્યાન કેન્દ્રિત કરીને કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ જો વાત કરીએ મહાપાલિકાના સ્ટાફની તો નગરપાલિકામાંથી મહાપાલિકા બનેલ કચેરીમાં ટાંચા સાધનો અને સ્ટાફનો અભાવ હોવાના કારણે જે કર્મચારીઓ હાલમાં કામ કરી રહ્યા છે તેના ઉપર સતત કામનું ભારણ વધી રહ્યું છે અને એક કર્મચારીને એકથી વધુ ટેબલની જવાબદારી સોંપવામાં આવી છે જેથી હાલમાં એક પછી એક કર્મચારીઓ દ્વારા સ્વૈચ્છિક રાજીનામાં મુકવામાં આવી રહ્યા છે તેવામાં સૂત્ર પાસેથી મળતી વખતે પ્રમાણે મહાપાલિકાના ચાર કર્મચારીઓ દ્વારા સ્વૈચ્છિક રાજીનામાં મૂકી દેવામાં આવ્યા છે અને હજુ પણ કેટલાક કર્મચારીઓ રાજીનામાં મુકવાની તૈયારીમાં છે

મોરબી મહાપાલિકા બન્યા બાદ રોડ રસ્તાની આજુબાજુમાં ખટકાયેલા દબાણ દૂર કરવા માટેની કામગીરી ચાલી રહી છે તેની સાથોસાથ જુદા જુદા વિસ્તારમાં લોકોની સુખાકારીમાં વધારો થાય તેવી કર્મચારીઓ પાસેથી કામગીરી લેવામાં આવી રહી છે ત્યારે મહાપાલિકાના સુત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ છેલ્લા દિવસોમાં મહાપાલિકાના ચાર જેટલા કર્મચારીઓ દ્વારા પોતાના સ્વૈચ્છિક રાજીનામાં મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેને ધરી દેવામાં આવ્યા છે સૂત્રોના કહેવા મુજબ મહાપાલિકાના રોશની વિભાગમાં ફરજ બજાવતા નિરંજનભાઇ ભટ્ટ, વોટર વર્કસ વિભાગમાં ફરજ બજાવતા હર્ષદભાઈ કંસારા, વ્યવસાય વેરા વિભાગમાં ફરજ બજાવતા જગદીશભાઈ સોલંકી તેમજ લાખુભા ઝાલા નામના ચાર કર્મચારીઓ દ્વારા મહાપાલિકામાંથી પોતાના સ્વૈચ્છિક રાજીનામાં રી દીધા છે. અને હજુ પણ કેટલાક કર્મચારીઓ પોતાના રાજીનામાં તૈયાર કરીને હાથમાં લઈને મહાપાલિકામાં આંટા મારી રહ્યા છે અને ગણતરીના દિવસોમાં તેમના રાજીનામાં પણ કમિશનરના ટેબલ ઉપર પહોંચે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

અત્રે ઉલ્લેખનીએ છે કે, મોરબી નગરપાલિકામાં છેલ્લા ઘણા વર્ષોથી સ્ટાફની ભરતી કરવામાં આવી ન હતી જેથી કરીને આંગળીના ટેરવે ગણી શકાય તેટલા કાયમી કર્મચારીઓ ઓફિસ વર્કમાં હતા અને મોટાભાગના રોજમદાર અને હંગામી કર્મચારીઓને કામે રાખીને નગરપાલિકાનું ગાડું ગબડાવવામાં આવી રહ્યું હતું તેવામાં નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવામાં આવી છે જો કે, કર્મચારીઓ હતા તેમાં નવા કર્મચારીઓનો હાલમાં ઉમેરો થયેલ નથી. પરંતુ જે કર્મચારીઓ હાલમાં કામ કરી રહ્યા છે તેમાં એક કર્મચારી પાસે લગભગ બે થી પાંચ ટેબલ સુધીની કામગીરી સોંપવામાં આવી છે જેથી ઓવરલોડ કામગીરી કે અન્ય કોઈપણ કારણોસર હાલમાં મહાપાલિકા કચેરીમાં સ્વૈચ્છિક રાજીનામાં પડવા લાગ્યા છે વધુમાં સૂત્રોના કહેવા પ્રમાણે વર્ષો જુના કાયમી કર્મચારીઓને કોમ્પ્યુટર ન આવડતા હોવાના કારણે તેઓને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને કોમ્પ્યુટર સિસ્ટમ ન હોવાથી તેમજ સ્ટાફ પૂરતો ન હોવાથી અને ટાંચા સાધનોથી કામ કરવાનું હોવાના કારણે કેટલાક કર્મચારીઓ સ્વૈચ્છિક રાજીનામાં મૂકી રહ્યા હોય તેવું પણ મહાપાલિકા કચેરીમાં ચર્ચા રહેવું છે.






Latest News