મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ
Breaking news
Morbi Today

હળવદ-વાંકાનેર પાલિકાની ચૂંટણી માટે પ્રથમ દિવસે 142 ફોર્મ ઉપડ્યા, ભરાયું એક પણ નહીં !


SHARE







હળવદ-વાંકાનેર પાલિકાની ચૂંટણી માટે પ્રથમ દિવસે 142 ફોર્મ ઉપડ્યા, ભરાયું એક પણ નહીં !

મોરબી જિલ્લામાં હળવદ નગરપાલિકાની સામાન્ય અને વાંકાનેર નગરપાલિકાની મધ્ય સત્ર ચૂંટણી જાહેર કરવામાં આવી છે અને આજે ચૂંટણી માટે થઈને ઉમેદવારી પત્ર ભરવાનો પ્રથમ દિવસ હતો ત્યારે આ બંને નગરપાલિકામાં કુલ મળીને 142 જેટલા આગેવાનો ઉમેદવારી ફોર્મ લઈ ગયેલ છે જો કે, પહેલા દિવસે બંને નગરપાલિકામાં એક પણ ફોર્મ ભરાયેલ નથી.

રાજ્યમાં નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો અને ખાલી પડેલી બેઠકો માટે ચૂંટણી જાહેર કરવામાં આવી છે ત્યારે જો વાત કરીએ તો મોરબી જિલ્લાની તો આ જીલ્લામાં હળવદ નગરપાલિકાની સામાન્ય તથા વાંકાનેર નગરપાલિકાની મધ્ય સત્ર ચૂંટણી જાહેર કરવામાં આવી છે જેમાં હળવદ નગરપાલિકાના સાત વોર્ડની 28 બેઠકો તથા વાંકાનેર નગરપાલિકાની સાત વોર્ડની 28 બેઠકોનો સમાવેશ થાય છે અને આજે ચૂંટણી માટે થઈને ઉમેદવારી પત્ર ભરવાનો પ્રથમ દિવસ હતો ત્યારે હળવદ નગરપાલિકાની વાત કરીએ તો 28 બેઠકો માટે થઈને હળવદ મામલતદાર કચેરી ખાતેથી કુલ મળીને 110 જેટલા આગેવાનો ઉમેદવારી પત્રો લઈ ગયેલ છે જોકે પ્રથમ દિવસે એક પણ આગેવાને પોતાનું ઉમેદવારી ફોર્મ ભરેલ નથી આવી જ રીતે વાંકાનેર નગરપાલિકાની વાત કરીએ તો સાત વોર્ડની 28 બેઠકો માટે પ્રથમ દિવસે કુલ મળીને 32 આગેવાનો ઉમેદવારી પત્રો લઈ ગયેલ છે જોકે પ્રથમ દિવસે વાંકાનેર નગરપાલિકાની ચૂંટણી માટે એક પણ આગેવાન દ્વારા તેનું ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું નથી તેવું સ્થાનિક અધિકારી પાસેથી જાણવા મળેલ છે.






Latest News