મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

બજેટ ઉપર મીટ: મોરબીમાં મંદીનો સામનો કરતાં ઉદ્યોગકારોને હુફ-ઉદ્યોગને બુસ્ટ મળે તેવી જાહેરાતની આશા-અપેક્ષા


SHARE







બજેટ ઉપર મીટ: મોરબીમાં મંદીનો સામનો કરતાં ઉદ્યોગકારોને હુફ-ઉદ્યોગને બુસ્ટ મળે તેવી જાહેરાતની આશા-અપેક્ષા

કેન્દ્ર સરકારનું બજેટ જાહેર થવાનું છે ત્યારે મોરબીની આસપાસમાં આવેલા સિરામિક સહિતના ઉદ્યોગના માલિકો ઘણી બધી અપેક્ષા કેન્દ્ર સરકારના બજેટ ઉપર રાખી રહ્યા છે કેમ કે, છેલ્લા ઘણા સમયથી ઉદ્યોગમાં મંદી જેવો માહોલ છે ત્યારે સરકાર દ્વારા સિરામિક સહિતના ઉદ્યોગ બુસ્ટ અને ઉદ્યોગકારોને હૂફ મળે તેવી જાહેરાત કરવામાં આવે તેવી સહુ કોઇની માંગ છે.

મોરબીનો સિરામિક ઉદ્યોગ સરકારને વર્ષે કરોડો રૂપિયાનો ટેક્ષ આપે છે તેની સાથોસાથ લાખો લોકોને સીધી કે આડકતરી રીતે રોજગારી પણ આપે છે ત્યારે મોરબી આસપાસના વિસ્તારમાં આવેલ સિરામિક વિટ્રીફાઈડ ટાઈલ્સવોલ ટાઈલ્સફલોર ટાઈલ્સ અને સેનેટરી વેર્સના કારખાના આવેલ છે અને આ કારખાનામાં ઉત્પાદન માટે નેચરલ ગેસનો ઉપયોગ કરવામાં આવે છે જે ગેસ ઉપર 6 ટકા વેટ લાગે છે જો તેને જીએસટીમાં સમાવવામાં આવે તો મોરબીના સિરામિક ઉદ્યોગને મોટો ફાયદો થાય તેમ છે તેવી જ રીતે નવલખી પોર્ટને જો એકપોર્ટ માટે ડેવલોપ કરવામાં આવે અને ભારત સરકારની પોતાની શિપિંગ લાઇન શરૂ કરવામાં આવે તો મોરબીના સિરામિક ઉદ્યોગને બુસ્ટ મળે તેવી શક્યતા છે. તેવું મોરબી સિરામિક એસો. પ્રમુખ હરેશભાઈ બોપલિયાએ જણાવ્યુ છે.

મોરબીની આસપાસ પાસમાં પેપર મિલ, પેકેજિંગ, પોલિપેક વિગેરેના સંખ્યાબધ્ધ કારખાના આવેલ છે અને તેમાંથી ઘણા કારખાના છેલ્લા ઘણા સમયથી બંધ છે જો પેપર મિલની વાત કરીએ તો 85 જેટલી પેપર મિલ મોરબીની આજુબાજુમાં છે તેમાંથી 23 જેટલી મિલો બંધ થઈ ગયેલ છે અને 52 મિલો ચાલી રહી છે તે પણ ઘણી મુશકેલીનો સામનો કરી રહી છે તેવું મોરબી પેપર મિલ એસો.ના પ્રમુખ શૈલેશભાઈ પટેલે જણાવ્યુ છે અને આગમી દિવસોમાં કેન્દ્રિય નાણાંમંત્રી નિર્મલા સિતારમન દ્વારા કેન્દ્ર સરકારનું બજેટ રજૂ કરવામાં આવે તેમાં ખાસ કરીને પેપર મિલમાં જે ઇમ્પોર્ટ વેસ્ટ પેપરનો ઉપયોગ કરવામાં આવે છે તેના ઉપર સરકારે લગાવેલ ડ્યુટીને હટાવવામાં આવે તો મોરબીના પેપર મિલ ઉદ્યોગને ફાયદો થાય તેમ છે.

છેલ્લા ઘણા વર્ષોથી અહીના ઉદ્યોગકારો કેન્દ્ર સરકારનું બજેટ આવવાનું હોય છે તેના પહેલા પોતાની માંગણી મોકળાવે છે અને બજેટને લઈને ઘણી આશા અને અપેક્ષા રાખીને બેઠા હોય છે જો કે, અહીના ઉદ્યોગને સીધો ફાયદો થાય તેવી કોઈ જાહેરાત આજ દિવસ સુધીના બજેટમાં કયારે પણ કરવામાં આવી નથી ત્યારે આગામી સમયમાં આવનાર બજેટમાં કોઈ સીધો ફાયદો થાય તેવી જાહેરા સરકાર દ્વારા કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું છે.






Latest News