ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને સંચારી રોગચાળા નિયંત્રણની સમીક્ષા બેઠક યોજાઇ


SHARE











મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને સંચારી રોગચાળા નિયંત્રણની સમીક્ષા બેઠક યોજાઇ


મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની સંચારી રોગ અટકાયતની જિલ્લા સર્વેલન્સ અને સંકલન સમિતિની સમીક્ષા બેઠક યોજાઇ હતી. કલેકટર કચેરીના સભાખંડ ખાતે આયોજિત આ બેઠકમાં પાણીજન્ય અને ખોરાકજન્ય રોગચાળાની વર્તમાન પરિસ્થિતિ, પાણીની પાઇપલાઇનના લીકેજનું સમારકામ, ક્લોરીનેશનની કામગીરી, ફોગીંગ તેમજ અન્ય કામગીરી વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

બેઠકમાં મોરબી જિલ્લામાં હિપેટાઇટીસ, ફીવર, ડાયેરીયા, ઇન્ફલ્યુએન્ઝા, સીઝનલ ફ્લ્યુ વગેરે રોગચાળાની વર્તમાન પરિસ્થિતિની ચર્ચા કરવામાં આવી હતી. કલેકટરએ જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયત અને નગરપાલિકા કક્ષાએથી રોગચાળાનું નિયમિત નિરીક્ષણ થાય તે જરૂરી છે. જ્યાંથી પાણીની પાઇપલાઇનના લીકેજની ફરિયાદ આવે તો ત્યાં તાત્કાલિક રીપેરીંગ થાય તે આવશ્યક છે. પાણીના નમૂનાની બેકટેરીયોજીકલ તપાસ થાય, પીવાના પાણીનું નિયમિત ક્લોરીનેશન થાય, ફિનાઇલ- મેલેરિયલ ઓઇલ- ટી.સી.એલ. પાવડરના સ્ટોકની જાળવણી, જંતુનાશક દવાઓના છંટકાવની કામગીરી, ફોગીંગની કામગીરી નિયમિત ધોરણે થાય તેની ખાસ સૂચના આપી હતી.કલેકટરએ સમગ્ર જિલ્લામાં આવેલ વિવિધ બરફના કારખાના, હોટેલ, લોજ, ડાયનિંગ હૉલ, ખાણીપીણીના સ્ટોરમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવા આરોગ્ય વિભાગને જણાવ્યું હતું. જેથી જાહેર આરોગ્ય પ્રતિ જાગૃતિલક્ષી ઝુંબેશને વધુ વેગ મળે.ઉક્ત સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ, સી.ડી.એચ.ઓ. ડો.પી.કે.શ્રીવાસ્તવ, તાલુકા આરોગ્ય અધિકારીઓ, ફૂડ એન્ડ ડ્રગ્સ, પાણી પુરવઠા, આરોગ્ય શાખાના કર્મચારીગણ અને સમિતિના અન્ય સભ્યો હાજર રહ્યા હતા.






Latest News