મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી હજરત રોયલા પીર (ર.અ.) મુબારકના ઉર્ષ મુબારકની તડામાર તૈયારીઓ, મુસ્લિમ બિરાદરોમાં અનેરો થનગનાટ


SHARE







મોરબી હજરત રોયલા પીર (ર.અ.) મુબારકના ઉર્ષ મુબારકની તડામાર તૈયારીઓ, મુસ્લિમ બિરાદરોમાં અનેરો થનગનાટ

દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષ પણ હજરત રોયલા પીર સરકારનો ઉર્ષ મુબારક બહુજ શાનો શોખથી ઉજવવાનો આયોજન કરેલ છે.તા.૨૩ ને ગુરુવાર અને મુસ્લિમ ચાંદ (૨૨) બાવીસ રજ્જબ ના રોજ ઉર્ષ મુબારક ઉજવવામાં આવશે જેમાં બપોરે ત્રણ વાગ્યે ખાટકીવાસ સૈલાની પીર દરગાહથી જુલૂસ કાઢવામાં આવશે અને મકરાણીવાસ રોયલાપીર સરકારની દરગાહ પર પુર્ણ થસે ત્યાર બાદ સાંજે ચાર વાગ્યે સંદલ પોશી કરવામાં આવશે ત્યારબાદ સાંજે છ વાગ્યે આમ ન્યાજ (મહાપ્રસાદ) નું પણ આયોજન કરેલ છે ન્યાજ શરીફ મકરાણીવાસ ચોકમાં રાખવામાં આવેલ છે સાથે સાથે રાત્રે દસ વાગ્યે નાત શરીફ નૂરાની જલસો રાખવામાં આવેલ છે.આ મુબારક મોકા ઉપર તસરીફ લાવવા તમામને આશિકાએ રોયલા પીર દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.






Latest News